જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય
ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યાં છે. ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકીય. આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં એવું સાબિત થયું છે કે, જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 હજાર રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે છે હિમાચલ પ્રદેશ, અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે.
આ સર્વેની વાત કરવામાં આવે તો, સામાન્ય જીવન જીવતા મધ્યમ વર્ગની લોકોને પડતી જરૂરિયાતોને ધ્યાને લઈને સર્વે કરવામાં આવ્યો છે. તેની આવકને ધ્યાનમાં લેતા દર મહિને મકાનનું ભાડું, માસિક જમવાનો ખર્ચ, ઘરનો સામાન લાવવાનો ખર્ચ, ઓફિસ કે કામના સ્થળે જવાનો ટ્રાવેલ ખર્ચ, ફોન બીલ, લાઈટ બીલ અને મેડિકલ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવ્યો. આ તમામ બાબતોને આવરી લેતા ગુજરાતમાં સામાન્ય જીવન ગુજરાન ચાલવવા માટે એક વ્યક્તને માસિક 46,000 રૂપિયાની જરૂર પડે છે.
મહત્વની વાત એ છે કે, ગોવા, દિલ્હી અને મહારાષ્ટ્ર કરતા પણ ગુજરાત રહેવા માટે સૌથી મોંઘું છે. અહીં સામાન્ય જન જીવવા માટે 46,000 રૂપિયા જોઈએ છે જ્યારે તે રાજ્યોમાં ક્રમશઃ 38 હજાર, 36 હજાર અને 45,500 રૂપિયાની જરૂર પડે છે. એનો અર્થ એ થયો કે, ગુજરાતમાં સામાન્ય જીવન જીવવા માટે તમારી માસિક આવક 50 હજારની આસપાસ હોવી અનિવાર્ય છે કે જેનાથી તમે સુખી જીવન જીવી શકો. જેમ જેમ ગુજરાતનો વિકાસ થતો જાય છે તેમ તેમ અહીં રહેવા માટેનો ખર્ચ પણ વધી રહ્યો છે.
અન્ય રાજ્યોમાં રહેવા માટે માસિક કેટલા રૂપિયાની આવશ્યકતા રહે છે? આ રહીં યાદી
રાજ્ય | રહેવાનો માસિક ખર્ચ | રાજ્ય | રહેવાનો માસિક ખર્ચ |
ગુજરાત | 46,800 | છત્તીસગઢ | 30,700 |
મહારાષ્ટ | 45,500 | આંધ્રપ્રદેશ | 30,300 |
મિઝોરમ | 43,500 | રાજસ્થાન | 30,100 |
કર્ણાટક | 43,200 | મેઘાલય | 30,100 |
હરિયાણા | 39,200 | કેરલ | 20,900 |
તેલંગાના | 37,700 | ઉત્તર પ્રદેશ | 29,900 |
પંજાબ | 36,500 | પશ્ચિમ બંગાળ | 29,800 |
મણિપુર | 33,000 | મધ્ય પ્રદેશ | 29,200 |
ત્રિપુરા | 32,400 | પુડુચેરી | 28,400 |
તમિલનાડુ | 32,200 | ઝારખંડ | 28,300 |
જમ્મુ-કાશ્મીર | 32,200 | ઓરિસ્સા | 28,400 |
ઉત્તરાખંડ | 31,300 | બિહાર | 25,900 |
આસામ | 30,900 | હિમાચલ પ્રદેશ | 23,600 |
gjpg2c