GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

પડતર માગ સાથે આરોગ્ય કર્મચારીઓનો ગાંધીનગરમાં હલ્લા બોલ

ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ છે. એવામાં ગ્રેડ પે અને ટેકનિકલ ગ્રેડ પે મુદ્દે રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યભરના કર્મચારીઓએ આ અગાઉ માસ CLની રજા પણ વિભાગ પાસે માંગી છે. કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા આંદોલનમાં કર્મચારીઓ પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે. જેમાં ખાતાકીય પરીક્ષા રદ કરવી, ટેક્નિકલ કર્મચારી ગણી ગ્રેડ પે સુધારવો, 7 pay મુજબ pta આપવું, જેવી માંગણીઓ સૂત્રોચારના માધ્યમથી રજૂ કરી રહ્યા છે.

અગાઉ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે આંદોલનોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા અમુક માંગો સંતોષી આંદોલન સમેટાઈ લેવામાં આવતું હતું.હવે ચૂંટણીના બે વર્ષ પછી આરોગ્ય કર્મચારીઓએ ફરી સરકાર સામે બાંયો ચઢાવી છે અને ગાંધીનગરમાં જ્યારે વિધાનસભા સત્ર ચાલે છે ત્યારે આંદોલન શરૂ કરી દીધું છે.

Back to top button
error: Content is protected !!