MODASA

મંત્રીઓ માટે આલિશાન બંગલા-ફ્લેટ, સરકારી પ્રા.શાળાઓમાં ઓરડાની ઘટ,અરવલ્લીમાં 704 ઓરડાઓ જર્જરિત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મંત્રીઓ માટે આલિશાન બંગલા-ફ્લેટ, સરકારી પ્રા.શાળાઓમાં ઓરડાની ઘટ,અરવલ્લીમાં 704 ઓરડાઓ જર્જરિત

રાજ્યની અનેક સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. મંત્રીઓ માટે આલિશાન બંગલા-ફ્લેટની સુવિધા છે, ત્યારે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ હોવાની સાથે ક્લાસરૂમની છત જર્જરિત હાલતમાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં અરવલ્લી જિલ્લામાં 704 ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. જ્યારે વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેલી શાળાઓમાં 628 ક્લાસરૂમની અછત છે. જેમાં જામનગરની 150 શાળામાં 323, દ્વારકાની 110 શાળામાં 305 ક્લાસરૂમની અછત હોવાનું સામે આવ્યું છે.

રાજ્યની અનેક શાળાઓમાં ઓરડાની ઘટ, કેટલાય જર્જરિત રૂમ

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યની શાળાની સ્થિતિ અને ઓરડાની ઘટને લઈને માહિતી આપવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાની શાળામાં 380 ઓરડ જર્જરિત હાલતમાં છે. જેની સામે સરકારે સાબરકાંઠામાં 818 અને અરવલ્લી જિલ્લાની શાળાના 407 જેટલાં ઓરડા નવા બનાવ્યા છે.

Back to top button
error: Content is protected !!