GUJARATKUTCHMANDAVI

જિલ્લામાં એમ્યુઝમેન્ટ રાઈડ્સ/ગેમીંગ ઝોન એક્ટિવિટીઝની મંજૂરી તેમજ ઓપરેશન લાયસન્સ માટે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને અધિકાર સોંપાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૧૯ ઓગસ્ટ : ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (ડબલ્યુ) થી કચ્છ જિલ્લામાં એમ્યુઝમેન્ટ રાઈડ્સ/ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ અંગેના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે મુજબ એમ્યુઝમેન્ટ રાઈડ્સના ઇન્સ્ટોલેશનની પરમિશન, ઓપરેશન લાયસન્સ તથા ગેમીંગ ઝોન એકિટવીટીઝના લાયસન્સ વિગેરેની કામગીરી જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા કરવાની રહે છે.કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોઈ, સ્થાનિક તાલુકા કક્ષાએ લોકોને વિવિધ સેવાઓ ઝડપથી, સુચારૂપણે અને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આનંદ મેળામાં અથવા તહેવારો દરમિયાન કે અન્ય પ્રસંગોએ કોઈ જગ્યાએ ત્રણ મહિના સુધીના સમયગાળા માટે કામચલાઉ એમ્યુઝમેન્ટ રાઇડ્સ માટે ઇન્સ્ટોલેશન પરમિટ અને ઓપરેશન લાયસન્સ આપવા માટેના અધિકારો જિલ્લા મેજીસ્ટ્રેટ-કચ્છ-ભુજ દ્વારા સબ ડીવીઝનલ મેજીરટ્રેટશ્રીઓને તેઓના કાર્યક્ષેત્ર પુરતા એનાયત કરવાનો હુકમ કરાયો છે.જિલ્લામાં હવે પછી અરજદારો ત્રણ મહિના સુધીના સમયગાળા માટે કામચલાઉ એમ્યુઝમેન્ટ રાઈડ્સ માટે ઇન્સ્ટોલેશન પરમિટ અને ઓપરેશન લાયસન્સ મેળવવા સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીને અરજી કરવાની રહેશે તથા સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓએ અગાઉ આ અંગેના નોટિફિકેશનથી પ્રસિદ્ધ કરવામાં આવેલ નિયમો મુજબ કાર્યવાહી કરવાની રહેશે અને આ હુકમનો અમલ તાત્કાલીક અસરથી કરવાનો

Back to top button
error: Content is protected !!