AHAVADANGGUJARAT

ડાંગ અને મહારાષ્ટ્રનાં 108 યુગલોએ ભગવાન સત્ય સાંઈનાં આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા..

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

પેટા:-વર્ષોથી લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા યુવક યુવતીઓ ધાર્મિક વિધિ અનુસાર પતિ પત્ની બન્યા..

ડાંગ જિલ્લાનાં સિલોટમાળ નજીક ખૂંટવિહીર ગામમાં 108 યુગલોએ એકી સાથે પ્રભુતામાં પગલા માંડ્યા, આ સામુહિક લગ્નમાંજોડાયેલ મોટાભાગના યુગલો પોતાના સંતાન સાથે મંડપમાં ફેરા ફરતા જોવા મળ્યા હતા.ગરીબ આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં અમુલ જોડા પૈસાના અભાવે વર્ષો સુધી લગ્ન કર્યા વગર લિવ ઈન રિલેશન શિપમાં રહેતા હોય છે, આ સમય દરમિયાન તેમણે સંતાનો પણ થાય છે અને સુખરૂપ સંસાર ચાલતો હોય છે. આવા અનેક યુવક યુવતીઓ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરવાની ઈચ્છા હોવા છતાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને પૈસાના અભાવે ધામધૂમ પૂર્વક લગ્ન કરી શકતા નથી, આવા અનેક યુવક યુવતીના સ્વપ્ન સાકાર કરવા માટે નવસારીની સત્ય સાંઈ સેવા સમિતી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે.ડાંગ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ ખૂંટવિહીર ગામમાં સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા 24મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.આ સમૂહ લગ્નોત્સવમાં એકજ માંડવા નીચે 108 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં મોટા ભાગના યુગલો તેમના સંતાનો સાથે ચોરીમાં બેઠેલા જોવા મળ્યા હતા જે બતાવે છે કે તેઓ વર્ષોથી લિવ ઇન રિલેશન શિપમાં રહેતા હોય છે અને જ્યારે આવી કોઈ સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે ત્યારે તેઓ હિન્દૂ પરંપરા મુજબ લગ્ન ગ્રંથિથી જોડાય છે.અને ધાર્મિક વિધિ મુજબ પતિ પત્ની બની બાકીનું જીવન ગુજારે છે.સંસ્થાના અગ્રણી હસમુખભાઈ પંચાલના જણાવ્યા મુજબ ભગવાન સત્ય સાંઈ બાબાનાં આશીર્વાદ સાથે અત્યાર સુધીમાં હજારો યુવક યુવતીઓ લગ્નગ્રંથીથી જોડાયા છે અને સુખરૂપ જીવન વ્યતીત કરે છે. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના આદિજાતિ મંત્રી નરહરિ બિલ્વા અને સ્થાનિક ધારાસભ્ય નીતિન પવાર અને ડાંગ જિલ્લાનાં પૂર્વ ધારાસભ્ય મંગળગાવીત પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા…

Back to top button
error: Content is protected !!