કાલોલ શહેરમાં ઠંડીનો ચમકારો. દિવસભર સૂસવાટા મારતાં કાતિલ ઠંડા પવન લઇને જનજીવન ઠુઠવાયું

તારીખ ૧૬/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સહિત સમગ્ર પંથકમાં શીતલહેર વચ્ચે તાપમાનમાં ઘટાડાની સાથે શિયાળાએ જમાવટ કરતા તીવ્ર ઠંડીથી જનજીવન ઠુઠવાયું હતું જેમાં ધીમીગતિએ પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.
ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા પવનોના પગલે ગુજરાતમાં પણ શિયાળાએ ગતિ પકડી છે ત્યારે કાલોલ શહેર સહિત સમગ્ર પંથક માં છેલ્લાં બે દિવસથી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં પણ વધારો થયો છે.હિમ જેવા ઠંડા અને તેજીલા વાયરાઓના પગલે સમગ્ર કાલોલ શહેરમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે ત્યારે તીવ્ર ઠંડીથી જનજીવન ઠૂઠવાઈ ગયું છે. અને આથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકોએ કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને ઠંડીથી બચવા લોકોએ ટોપી,સ્વેટર જેકેટ સહિતના ગરમ વસ્ત્રો સાથે તાપણાં નો સહારો લીધો હતો જ્યાં દિવસભર સૂસવાટા મારતા કાતિલ ઠંડા પવનના કારણે વાતાવરણ ટાઢુબોળ રહ્યું હતું. આથી લોકોને પંખા બંધ કરવાની ફરજ પડી હતી.અને ઠંડીના કારણે રાત્રીના સમયે માર્ગો ઉપર કુદરતી સંચારબંધી જોવા મળી હતી.







