GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ EVMમાં કેદ, સરેરાશ 57 ટકા મતદાન

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 26 એપ્રિલના રોજ સામાન્ય છમકલાં બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, જેમાં રાજ્યભરના મતદારોએ મધ્યમ પ્રતિસાદ આપ્યો છે. સવારે 9 વાગ્યા સુધી મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ સાંજ પડતા સુધીમાં સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું છે. ગરમીના પ્રકોપને કારણે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મતદાન મથકો પર પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અંતિમ કલાકોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓમાં 49% અને નગરપાલિકાઓમાં 59% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોના જોરને કારણે સૌથી વધુ 61% જેટલું મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી આયોગના નિર્દેશો અનુસાર મતદાન પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર અને સ્ટાફ દ્વારા ઈવીએમ મશીનોને સીલ કરી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!