રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટો સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈને રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીને લઈને બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ રેવન્યુ તલાટી વર્ગ-3ની ભરતી માટે ધોરણ 12 પાસની લાયકાત હતી. જ્યારે હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે રેવન્યુ તલાટી માટે અરજી કરનાર હવે સ્નાતક હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
સમગ્ર મામલે રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને જણાવાયું છે કે, આગામી રેવન્યુ તલાટીની ભરતી માટે ઉમેદવારે સ્નાતક પાસ કર્યાની લાયકાત રહેશે. આ સાથે ઉમેદવારની વય મર્યાદમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે 33 વર્ષની જગ્યાએ 35 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકશે.