શ્રી ભારતમાતા અભિનંદન સંગઠન દ્વારા ઉનાલી પ્રાથમિક શાળાના શિક્ષિકાબેનશ્રી દક્ષાબેન પ્રજાપતિનું સન્માન
ચાંદખેડા ખાતે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનો સન્માન કાર્યક્રમ -2024 શ્રી ભારતમાતા અભિનંદન સંગઠન, ગાંઘીનગરની પ્રેરણાથી યોજાઈ ગયો. જેમાં ઉનાલી પ્રાથમિક શાળા, તા – કલોલ, જિલ્લો – ગાંધીનગર ના શિક્ષિકાબેનશ્રી પ્રજાપતિ દક્ષાબેન ધનજીભાઈ નું સન્માન કરવામાં આવ્યું. શિક્ષિકાબેનશ્રી એ ઉનાલી પ્રાથમિક શાળા તેમજ ઉનાલી ગામનું ગૌરવ વધારેલ છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગુલાબચંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી બીનાબેન પટેલ ચીફ એડિટર ગાંધીનગર મેટ્રો, મેનેજિંગ એડિટર લોકાયત,મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ ચૌધરી પ્રિન્સિપલ એસ.વી.કોલેજ,મુખ્ય અતિથિ શ્રી મુકેશ પટેલ પ્રમુખ મેટ્રો કલ્ચરલ ક્લબ, અતિથિ વિશેષ શ્રી મધુબેન પ્રજાપતિ મધુરમ ફાઉન્ડેશન ના પ્રણેતા . આ સર્વે મહાનુભવોના સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમની સફળતામાં ચાર ચાંદ લાગી ગયા..