શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ નો હાહાકાર મૃત્યુઆંક વધીને ૨૭ પર પહોંચ્યો, ૨૦ જિલ્લા ઝપેટમાં
ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે શંકાસ્પદ વધુ 13 કેસો નોંધાયા હતા, જ્યારે 7 બાળકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરના શંકાસ્પદ 9 કેસ કન્ફોર્મ કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિે શંકાસ્પદ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસો છે.
વાયરલ એન્કેરેલાઈટિસના કુલ 71 કેસો
તારીખ | કુલ કેસ | કુલ મૃત્યુ |
17 જુલાઈ | 26 | 14 |
18 જુલાઈ | 30 | 15 |
19 જુલાઈ | 58 | 20 |
20 જુલાઈ | 71 | 27 |
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેરેલાઈટિસના કુલ 71 કેસો છે. જેમાં સાબરકાંઠામાં 8, અમદાવાદ શહેર-અરવ્લીલ-મહેસાણામાં 4, મહીસાગર-રાજકોચ ગ્રામ્ય-સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં 2, ગાંધીનગર ગ્રામ્ય- ખેડામાં પાંચ, પંચમહાલમાં 11, વડોદરાશહેર અને ગ્રામ્ય, નર્મદા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, રાજકોટ શહેર, કચ્છમાં એક કેસનો સમાવેશ થાય છે.
ચાંદીપુરા: કયા જિલ્લામાંથી કેટલા કેસ કન્ફર્મ
જિલ્લો | કન્ફર્મ કેસ |
સાબરકાંઠા | 01 |
અરવલ્લી | 02 |
મહેસાણા | 02 |
ગાંધીનગર | 01 |
પંચમહાલ | 01 |
મોરબી | 01 |
વડોદરા | 01 |
ચાંદીપુરાથી 27 મોત થયા
શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા, આ રીપોર્ટના પરિણામ પણ આવવાનું શરૂ થઈ ગયું છે.અત્યાર સુધી ચાંદીપુરાથી 27 મોત થયા છે. જેમાં પંચમહાલમાંથી સૌથી વધુ 4, અમદાવાદ શહેર, અરવલ્લી, મોરબીમાંથી ત્રણ સાબરકાંઠા, રાજકોટ, દાહોદમાંથી બે જ્યારે મહિસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, વડોદરા ગ્રામ્ય, દેવભૂમી દ્વારકામાંથી એક એક બાળકોના મોત નીપજ્યા છે.
જિલ્લો | કેસ | મૃત્યુ |
સાબરકાંઠા | 8 | 2 |
અરવલ્લી | 4 | 3 |
મહીસાગર | 2 | 1 |
ખેડા | 5 | 0 |
મહેસાણા | 4 | 2 |
રાજકોટ | 2 | 2 |
સુરેન્દ્રનગર | 2 | 1 |
અમદાવાદ કોર્પોરેશન | 4 | 3 |
ગાંધીનગર | 5 | 1 |
પંચમહાલ | 11 | 4 |
જામનગર | 5 | 0 |
મોરબી | 4 | 3 |
ગાંધીનગર કોર્પોરેશન | 2 | 1 |
છોટાઉદેપુર | 2 | 0 |
દાહોદ | 2 | 2 |
વડોદરા | 1 | 1 |
નર્મદા | 1 | 0 |
બનાસકાંઠા | 2 | 0 |
વડોદરા કોર્પોરેશન | 1 | 0 |
ભાવનગર | 1 | 0 |
દેવભૂમિ દ્વારકા | 1 | 1 |
રાજકોટ કોર્પોરેશન | 1 | 0 |
કચ્છ | 1 | 0 |
ચાંદીપુરા વાયરસના લક્ષણ
- ખેંચ આવવી
- માથાનો દુ:ખાવો
- બેભાન થવું
- હાઇગ્રેડ તાવ
- ઉલટી
- ઝાડા
- 0થી 14 વર્ષના બાળકોને આ બીમારીની સંભાવના વધારે છે.
– જો આવા ચિહ્ન-લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો…
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર રાજ્યમા એન્કેરેલાઈટીસના 41 દર્દીઓ દાખલ છે અને ત્રણ દર્દીઓને રજા અપાઈ છે. રાજસ્થાનના બે કેસમાંથી એક દર્દી દાખલ છે, અને એકનું મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશનો પણ એક દર્દી ગુજરાતમાં સારવાર હેઠળ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ 17248 ઘરમાં કુલ 1,21,826 વ્યક્તિઓના સર્વેલન્સની કામગીરી ધરાઈ હતી.