ગુજરાતના બે શિક્ષકોની નેશનલ ટીચર્સ એવોર્ડ ૨૦૨૪ માટે થઈ પસંદગી
કેન્દ્ર સરકારે શિક્ષક દિન પર પૂર્વે દેશભરના શિક્ષકોને એવોર્ડ માટે જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના બે શિક્ષકોની પસંદગી થઈ છે.
દેશમાં શિક્ષકોની ભૂમિકા અતિ મહત્ત્વની હોય છે. શિક્ષકોની સારી કામગીરીને લઈને રાજ્યમાં તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાતી હોય છે. ત્યારે કેન્દ્ર સરકારે શિક્ષક દિન પૂર્વે દેશભરના શિક્ષકોને એવોર્ડ માટે જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પણ બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના શિક્ષકોને પણ શ્રેષ્ઠ કામગીરી બદલ નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવશે. દરેક શિક્ષકોને યોગ્યતાનું પ્રમાણપત્ર તેમજ રૂપિયા 50 હજાર રોકડ તેમજ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો છે.
દેશમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન (Teachers Day) તરીકે ઉજવાઈ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 50 શિક્ષકોને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ શિક્ષકોમાં ગુજરાતના અમરેલીના ચંદ્રેશકુમાર બોરીસાગર અને આણંદના વિનય પટેલનીની પણ પસંદગી થઈ છે. આ બંન્ને શિક્ષકોને શિક્ષક દિન પર પૂર્વે એવોર્ડ એનાયત કરવામાં આવશે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel