GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

દુનિયામાં ગમે ત્યાં અધિકારી હોય, કોર્ટના આદેશથી તેમણે હાજર થવું પડે. : Gujarat High Court

વડોદરામાં ખેતીની જમીનના કેસમાં વડોદરા કલેક્ટર, રેવન્યુ સેક્રેટરી અને અન્ય અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું હતું. આ દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, ‘રેવન્યુ સેક્રેટરીને હાઇકોર્ટના હુકમનું પાલન ના કરવું હોય તો તે ઘરભેગા થઈ જશે. આમ, કન્ટેમ્પ્ટ ચાર્જ માટે તૈયાર રહે. જ્યાં સુધી રેવન્યુ સેક્રેટરી કોર્ટ સમક્ષ હાજર નહીં થાય ત્યાં સુધી વડોદરા કલેક્ટરે પણ કોર્ટ છોડીને જવાનું નથી. સરકારી ઉચ્ચ અધિકારી હાઇકોર્ટના આદેશ કરતાં પોતાના હુકમને ઉપર સમજે છે. તમે તમારી જાતને શું સમજો છો. દુનિયામાં ગમે ત્યાં અધિકારી હોય, કોર્ટના આદેશથી તેમણે હાજર થવું પડે.’

આ દરમિયાન હાઇકોર્ટે સરકાર પર પણ આડકતરો પ્રહાર કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ‘સરકારે કેવા કલેક્ટર અને રેવન્યુ સેક્રેટરીને ભર્યા છે, જેમને કોર્ટના આદેશને પણ ગંભીરતાથી લેવાની તસ્દી લીધી નથી.’ આ કેસની સુનાવણીમાં કલેક્ટરને બદલે અધિક કલેકટર હાજર થતાં કોર્ટ લાલઘૂમ થઈ હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ‘જેમણે કોર્ટની અવમાનના કરી છે તે સામે કેમ આવતા નથી.’

આ દરમિયાન હાઇકોર્ટે રેવન્યુ સેક્રેટરી અને કલેક્ટર હાજર નહીં થતા જામીનપાત્ર વોરંટ જારી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કારણસર ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. છેવટે કલેક્ટર હાજર થતાં કોર્ટે કહ્યું હતું કે, ‘હાઇકોર્ટમાં કેસ પડતર હોવા છતાં તમે કેમ અરજી દફતરે કરી તેનો જવાબ આપો છો.’

Back to top button
error: Content is protected !!