
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા કેમિસ્ટ મિત્ર મંડળની જનરલ સભા ઉમિયા મંદિર હોલમાં યોજાઈ
મોડાસા શહેરના ઉમિયા મંદિર હોલમાં મોડાસા કેમિસ્ટ મિત્ર મંડળની જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાયડસ હોસ્પિટલના નામાંકિત કેન્સર સર્જન ડૉ.નહુષ ટહિલિયાણી અને ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉ.શિવાંગ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કેમિસ્ટ મિત્રો હાજર રહ્યા હતા
મોડાસા કેમિસ્ટ મિત્ર મંડળની જનરલ સભાનું આયોજન શનિવારે રાત્રે ઉમિયા મંદિર હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં કેમિસ્ટ એશો.ના પ્રમુખ દિપક પટેલ હાજર રહ્યા હતા મોડાસા શહેર કેમિસ્ટ એશો.ના પ્રમુખ દિનેશ સુથારનો કાર્યકાળ પૂર્ણ થતા નવીન પ્રમુખ તરીકે ભરત પટેલ,ઉપ પ્રમુખ તરીકે અજય પટેલ, મંત્રી જીજ્ઞેશ જોશી અને વિવિધ કમિટીઓમાં વિપુલ શાહ,નીતિન પટેલ અને પ્રિયાંક પટેલની અને કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી મોડાસા કેમિસ્ટ એશો ના રોશન પટેલની જીલ્લા ઉપ્રમુખ અને EC મેમ્બર તરીકે પુલિન મહેતાની નિમણૂક કરવામાં આવી હતી મોડાસા કેમિસ્ટ એશો.ની જનરલ મીટિંગમાં ઝાયડસ હોસ્પિટલના નામાંકિત કેન્સર સર્જન ડૉ. નહુષ ટહિલિયાણી એ કેન્સર જાગૃતિ અંગે અને ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉ.શિવાંગ શર્માએ દેશમાં ઇન્ફેક્શન ડિસીઝ ના વધતા વ્યાપથી અવગત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું પ્રમુખ દિનેશ સુથારે જનરલ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કેમિસ્ટ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો





