ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા સોમનાથ મંદીર પાસે મોકડ્રીલ યોજી
જુનાગઢ વિભાગ,જુનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા નાઓ તરફથી ગીરસોમનાથ જીલ્લામાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર મોકડ્રીલનું આયોજન કરવા કરેલ સુચ ના અનુસાર ગીરસોમનાથ એસ.ઓ.જી. પો.ઇન્સ.જે.એન.ગઢવી તથા પોલસ સબ ઇન્સ. વી.કે.ઝાલા ના માર્ગદર્શન મુજબ ગીર સોમનાથ જીલ્લાના સોમનાથ મંદીર પાસે આવેલ સાગર દર્શન વી.આઇ.પી. ગેસ્ટહાઉસ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ, જે મોકડ્રીલ સબબ સાગર દર્શન વી.આઇ.પી. ગેસ્ટહાઉસના પીલોર પાછળ એક બેગમાં રમકડા અને વસ્તુઓ રાખી મોકડ્રીલના ભાગ રૂપે કોઇને ખબર ન પડે તે રીતે રાખી દીધેલ, બાદ એક પબ્લીકના માણસે ગીરસોમનાથ કંટ્રોલ રૂમને સાગર દર્શન વી.આઇ.પી. ગેસ્ટ હાઉસ ખાતે એક શંકાસ્પદ બેગ પડેલનું જણાવતા, ગીરસોમનાથ કંટ્રોલે બી.ડી.ડી.એસ., યુ.આર.ટી., સોમનાથ મંદીર સુરક્ષા, પ્રભાસ પાટણ પો.સ્ટે. તથા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ના.પો.અધિ. વેરાવળ ડીવીઝનનાઓએ જાણ કરતા તમામ પોલીસ સ્ટાફ થોડા સમયમાં વારા-ફરતી બનાવ સ્થળે પહોંચી શંકાસ્પદ બેગની તપાસ કરેલ તે દરમ્યાન પ્ર.પાટણ પો.સ્ટે. ડી.સ્ટાફના પો.કોન્સ. કૃષ્ણકુમારસિંહ સોલંકીએ શંકાસ્પદ બેગ શોધી તુર્તજ હાજર બી.ડી.ડી.એસ.ને જાણ કરતા બી.ડી.ડી.એસ. દ્વારા શંકાસ્પદ બેગની પોતાની પાસે રહેલ આધુનિક સાધનો તેમજ ડોગ સ્કોડની મદદથી તપાસ કરતા કોઇ સ્ફોટક પદાર્થ મળી આવેલ નહી અને અમોએ રાખેલ બેગ ડીકોઇ કરેલ છે. ત્યારબાદ તમામ હાજર અધિ./કર્મચારીઓને ના.પો.અધિ.શ્રી વેરાવળ તથા સોમનાથ સુરક્ષા દ્વારા સોમનાથ મંદીર સુરક્ષાને લઇ વિશેષ એલર્ટ રહેવા તથા તકેદારી રાખવા ખાસ સુચના અને જરૂરી માર્ગદર્શન આપી આ મોકડ્રીલને સફળ બનાવેલ.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ