GIR SOMNATHPATAN VERAVAL

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે વધતાં જતાં ઉર્જા વ્યય તેમજ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી કાર્યક્રમ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે વધતાં જતાં ઉર્જા વ્યય તેમજ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ) કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સએન્ડટેકનોલોજી(GUJCOST) પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) તથા બ્યુરો ઓફ એનર્જી અફિશિયન્સી(BEE) ના સહયોગથી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે વધતાં જતાં ઉર્જા વ્યય તેમજ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ) કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.
જેમાં બાળકોને ઉર્જા બચાવો, પાણી બચાવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો, નકામાં પદાર્થનો ઘટાડો કરવો, ટકાઉ આહાર પ્રણાલી, ઇ-વેસ્ટ ઘટાડવો તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવો જેવી થીમો પર બાળકોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ. વિજ્ઞાનકેન્દ્રના કો ઓર્ડીનેટર નરેશભાઇ ગુંદરણિયા તથા સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા તમામ બાળકોને પર્યાવરણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
તેમજ તમામ બાળકો રોજિંદા જીવનમાં ઉર્જા બચત કરતાં થાય તેવા પોતાના મૌલિક વિચારો રજૂ કરે એ હેતુથી વિદ્યાર્થીઓમાં નિબંધ સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધા ગોઠવવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમમાં ૭૫ જેટલા બાળકો તેમજ ૩ જેટલા શિક્ષકો સામેલ થયેલ. કાર્યક્રમને અંતે તમામે પર્યાવરણ બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધેલ તેમજ તમામ બાળકોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમમાં સામેલ થવા બદલ સંસ્થાના ચેરમેનશા.સ્વા.ભક્તિપ્રકાશદાસજીતથાસ્વામીધર્મકિશોરદાસજીએ શુભેચ્છાઓ પાઠવેલ.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!