GIR SOMNATHUNA

ઉના પી.આઇ. સહીત ત્રણ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ મુજબ એ.સી.બી. માં ગુનો દાખલ

ગીર સોમનાથ જીલ્લા નજીક આવેલ માંડવી ચેક પોસ્ટ (ઘોઘલા) ઉપર એ.સી.બી. દ્વારા કરાયેલ ચેકીંગમાં ઉનાના પી.આઇ. સહીત ત્રણ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ મુજબ એ.સી.બી. માં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ જેમાં એક આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા તા.૧૧ સુધીના રીમાન્ડ મંજૂર થયેલ છે. આ રીમાન્ડ દરમ્યાન વધુ માહીતી બહાર આવવા શકયતાઓ વર્તાઇ રહી છે.આ અંગે ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, દીવ સંઘપ્રદેશ તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોને ઉના પોલીસ સ્ટેશન હદમાં આવેલ માંડવી (ઘોઘલા) ચેક પોસ્ટ ખાતે વાહનો રોકી/ચેક કરી કોઈ ને કોઈ બહાને ફરજ પરની પોલીસ દ્વારા નાણા પડાવતા હોવાના આક્ષેપો વાળી મળેલ રજુઆત આધારે તા.૩૦/૧૨/૨૦૨૩ ના રોજ ગીર સોમનાય એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા લાંચના રનીંગ ડીકોય છટકાનું આયોજન કરેલ તે દરમ્યાન એ.બી.બી. ની ટીમ ને જોઈ માંડવી (ધોધલા) પોલીસ ચેક પોસ્ટ ખાતે ફરજ પરના હાજર પોલીસ કર્મચારીઓ અને પ્રજાજન નાસવા લાગેલ જેથી એ.સી.બી. ની ટીમે પીછો કરી એક વ્યક્તિને પકડી લીધેલ તે સમયે નાસવા જતા પકડાયેલ નિલેશકુમાર અભેસિંગ તડવી (પ્રજાજન) હાલ રહે.ઉના મૂળ રહે.જય માતાજી ઓટો ગેરેજ, મોટી છીપવાડ તા.સંખેડા, જી-છોટા ઉદેપુર નાઓ હોવાનું જણાવતા તેઓની પુછપરછ કરતા તેના કબ્જામાંથી મળી આવેલ મોબાઈલ ફોનની કોલ રેકોર્ડની ઓડિયો ફાઈલ ચેક કરતા ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.ગોસ્વામી એ નિલેશ તડવી અને માંડવી પોલીસ ચેક પોસ્ટ પરના પોલીસ કર્મચારી સાથે કરેલ વાતચીતના સંવાદો મળી આવેલ હતા. આ સંવાદોથી ચેકપોસ્ટ ઉપર ભ્રષ્ટાચાર થતો હોવાનું ઉજાગર થવા પામેલ જેથી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા મોબાઇલ ફોનના કોલ લોગ અને ડેટાની એફ.એસ.એલ. દ્વારા વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક ચકાસણી કરાવતા ભ્રષ્ટાચારને લગતી પ્રાથમિક રજુઆત/આક્ષેપોને સમર્થન કારક હોય તેવા સીધા પુરાવા પ્રાપ્ત થયેલ જેથી આ અંગે કાયદેસરની જાણવાજોગ દાખલ કરવામાં આવેલ હતી.
આ અંગેની તપાસ મદદનીશ નિયામક જુનાગઢ એ.સી.બી.ના અધિકારી બી.એલ.દેસાઈ દ્વારા તપાસ દરમ્યાન વધુ પુરાવાઓ મેળવી સરકાર તરફે ફરીયાદ નોંધાવેલ જેમાં આરોપી (૧) નિલેશકુમાર અભેસિંગભાઈ તડવી (પ્રજાજન) (૨) એન.કે.ગોસ્વામી, પોલીસ ઈન્સપેકટર, ઉના પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ (૩) એ.એસ.આઈ નિલેશભાઈ છગનભાઈ માંડવી ચેક પોસ્ટ, ઉના પો.સ્ટે, જી-ગીર સોમનાથ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ સને. ૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ:- ૭ એ, ૧૨, ૧૩(૧), ૧૩(૨) તથા ઈ.પી.કો કલમ. ૧૨૦ (બી), ૩૪ મુજબ ગીર સોમનાથ એ.સી.બી પોલીસમાં ગુનો રજીસ્ટર કરેલ છે.આ ગુનાની આગળની વધુ તપાસ અધિકારી ફિલ્ડ પોલીસ ઇન્સપેકટ રાજકોટ જે.એમ.આલ એ સંભાળી આરોપી નિલેશકુમાર અભેસિંગ તડવી (પ્રજાજન) ને પકડી કોર્ટમાં રીમાન્ડ મેળવા રજુ કરતા જીલ્લાના મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ વાળાની ધારદાર દલીલો બાદ તા.૧૧/૦૧/૨૦૨૪ ના ના કલાક ૧૬:૦૦ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ આપેલ છે.આ બનાવમાં સુપરવિઝન અમદાવાદ મદદનીશ નિયામક એ.સી.બી, ના અધિકારી કે.બી.ચુડાસમા કરી રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

મહેન્દ્ર ટાંક વાત્સલ્યમ સમાચાર ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!