ગીર સોમનાથમા કોળી સમાજે રોષ સાથે રૈલી કાઢી આપ્યુ આવેદનપત્ર
સોમનાથ ના ધારાસભ્ય અને કોળી સમાજ ના અગ્રણીઓ પર પોલીસ ફરિયાદ મામલો બન્યો ઉગ્ર.
ગીરસોમનાથ સહીત અન્ય જીલ્લાઓમા પણ કોળીસમાજ મા રોષ પોલીસ તંત્ર દ્રારા ધારાસભ્ય અને નિર્દોષ લોકો પર લગાવેલ ફરિયાદ દુર થાય તેવી માંગજો માંગણી નહી સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ..
ગીર સોમનાથ જીલ્લામા સોમનાથ શંખ સકઁલ પાસે થોડા દિવસો પહેલા તંત્ર દ્રારા ડીમોલેશન કરી 70 જેટલા મકાનો દુર કરવામા આવ્યા હતા આ સમયે લોકો રસ્તા પર આવી ગયેલ અને રોડ ચક્કાજામ કરેલ હતો . એસપી સહીત 200 પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો ત્યારે સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોળીસમાજ ના અગ્રણીઓ પર આ સ્થળ પર પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી ગુન્હો દાખલ કરેલ હતો જેના સંદર્ભ મા ગીરસોમનાથ સહીત અન્ય જીલ્લાઓમા કોળીસમાજ મા ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે આજરોજ વેરાવળ તાલુકા કોળીસમાજ દ્રારા ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલય થી પ્રાંત કચેરી સુધી સુત્રોચ્ચાર સાથે રૈલી કાઢી કલેક્ટર ને આવેદનપત્ર અપાયુ હતુ અને જો ચુંટાયેલા પ્લતીનીધી ધારાસભ્ય નો પણ અવાજ દબાવવાનો પ્રયાસ તંત્ર કરશે તો લોકશાહીનુ પતન થશે અને આ ફરીયાદો દુર કરવામા આવે તેવી માંગ કરાઈ હતી અને જો માંગ નહી સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ