ગીર-સોમનાથ પોલીસ અધિકારી-જવાન સોમનાથ થી માતાના મઢ સુધી સાયકલ યાત્રાનું કર્યું પ્રસ્થાન.
ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ એ બી જાડેજા તથા એ.એસ.આઇ નરવણસિંહ ગોહિલે સોમનાથ થી કચ્છ માતાના મઢ સુધી સાયકલ યાત્રા પ્રસ્થાન કર્યું. તેમની સાથે વેરાવળ ના ભાવિક વિશાલ પરમાર પણ જોડાયા છે. સોમનાથ મંદિર ખાતે ડી. વાય. એસ. પી. ખટાણા તથા એલ. સી. બી. તેમજ પોલીસ સ્ટાફે તથા નમસ્તે સર્કલ પાસે ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ સાયકલ યાત્રિકોનું સન્માન કરી વિદાય આપી હતી.બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરની આ આઠમી યાત્રા છે જેમાં ચાર વખત પદયાત્રા થી અને ચાર વખત સાયકલ ઉપર તેઓ જ્યાં નોકરી કરતા હોય ત્યાંથી કરેલ છે. દર વર્ષે નવરાત્રી પહેલા કચ્છ માતાના મઢ ભક્તિ ભાવથી જાય છે. આ વર્ષે પણ દર્શને જઈ માને પ્રણામ વંદન કરી માતાના આશીર્વાદ મેળવશે અને જિલ્લામાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરશે, તેવી તેઓની શુભ લાગણી છે ચાર દિવસ સાયકલ યાત્રા બાદ તેઓ પાંચમા દિવસે કચ્છ પહોંચશે કુલ 575 કિલોમીટર ની આ યાત્રા રહેશે. તેઓ દરરોજના 125 કિલોમીટર યાત્રા કરશે. આ યાત્રાના રૂટમાં જુનાગઢ, ગોંડલ, રાજકોટ, મોરબી, ભચાવ, નખત્રાણા થઈ માતાના મઢ પહોંચશે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ