GIR SOMNATHUNA

ઉના શહેરમાં શોભાયાત્રા પૂર્ણ થયા બાદ કાજલ હિન્દુસ્તાની દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું

ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરમાં ભડકાઉ ભાષણ કરનાર નેતા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાઇ છે, સાથે જ રાયોટિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉના નગરમાં  ગત 30 માર્ચેરામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ ઉનામા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ અથડામણ થઇ હતી અને પથ્થરમારાની પણ ઘટના બની હતી. અથડામણ કરનાર ટોળા સામે પણ રાયોટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે અથડામણ કરનાર બન્ને પક્ષના 50 લોકોની અયકાયત કરી હતી.
ગત 30 માર્ચે રામનવમીના દિવસે ઉના શહેરમાં શોભાયાત્રા પૂર્ણ થયા બાદ કાજલ હિન્દુસ્તાની દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું. શહેરમાં તંગદિલી ભર્યું વાતાવરણ ઉભુ થયું હતું અને  બે જૂથો સામસામે આવી ગયા હતા. જો કે તાબડતોબ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.
એસપીની હાજરીમાં શાંતિ બેઠક કરવામાં આવી હતી અને આગેવાનો વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ સાંજે ફરીથી નગરનું વાતવરણ ઉગ્ર બન્યું હતું અને પથ્થરમારાની ઘટના ફરી બનતા બનતા આખા જિલ્લામાંથી પોલીસકર્મીઓને ઉના બોલાવી લેવામાં આવ્યા હતા. પોલીસ સાથે  એસ.આર.પી.એફ.ની ટૂકડીઓ બંદોબસ્ત માટે ઉતારી દેવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!