કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે ડો.બી.આર આંબેડકર જ્યંતિ અને સામાજિક સમરસતા દિવસ ઉજવાયો.
નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ,અને તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને 14મી એપ્રિલ ડો.બી.આર આંબેડકર ના જીવન ચરિત્ર ની ઝાંખી પ્રસ્તુત કરાય તેમજ તેમના દ્વારા કરવા માં આવતા કાર્ય વિશે સમજણ આપવામાં આવી.તેમજ બાળાઓ દ્વારા ચિત્ર સ્પર્ધા અને વકૃત સ્પર્ધા યોજી અને બાળાઓ એ પોતાની મીઠી વાણી માં આંબેડકર ની જીવન ગાથા પ્રસ્તુત કરી.તેમજ સામાજિક સમરસતા વિશે સમજણ આપી.તેમજ વધુમાં સામાજિક પરિવર્તન મહાનાયક અને તેમને શિક્ષણ અને સામાજિક સમાનતા માટે ઘણા કામો કર્યા. ડો. આંબેડકરનું સપનું હતું કે એક એવું જ્યાં દરેક વ્યક્તિને સન્માન, અવસર અને ન્યાયમાં બરાબરી મળે. તેમને જાણ્યું કે, લોકતંત્રનો મતલબ ખાલી મત આપવો નથી, પણ દરેક માણસને સમાન અધિકાર આપવાનો છે. પછી તે અમીર હોય કે ગરીબ, મહિલા હોય કે તેમના વિચારો આજે પણ એટલા જ જરુરી છે, જેટલા આઝાદીના સમયે જરુરી હતા તેમ સમજાવ્યું.આ તકે પ્રકાશ જે.મકવાણા, તેમજ વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન. સહાયક વોર્ડન વાળા તેમજ બાળાઓ હાજર રહ્યા હતા.