GIR SOMNATHKODINAR
વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ માં રાષ્ટ્રીય કાનુની સેવા દિવસની ઉજવણી કરવામાં આવી.
તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે સંસ્થાના તાલીમઆર્થી ઓને રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ નું મહત્વ અને આ દિવસ કાયદાકીય જાગૃતિને પ્રોત્સાહન આપવા અને તમામ નાગરિકો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના લોકો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત કરવા માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરે છે તેમજ કાનુની પ્રક્રિયા અને સમાન ન્યાય ની સમજ , કાનૂની સહાય યોજનાઓ, લોક અદાલતો અને કાનૂની જાગૃતિ ઝુંબેશ વિશે તાલીમઆર્થી ઓ ને માહિતગાર કર્યા.લીગલ સેક્રેટરી અશ્વિનભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ સંચાલક ભરતભાઈ રાઠોડ અને રામસિંગભાઈ સોસા,વિપુલભાઈ પરમાર,અલ્પાબેન સોલંકી તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.