GIR SOMNATHKODINAR

ખેતી મદદનીશ ભરતીના નવા RR જાહેર,યુવા અગ્રણી ભાવેશ સોલંકીની લડતને મળી સફળતા

યુવા અગ્રણીની લાંબા સમયની લડત બાદ ડિપ્લોમા ઈન ACBM સહિતના કૃષિ ડિપ્લોમાના અભ્યાસક્રમોનો નવા નિયમોમાં સમાવેશ

ગ્રામસેવક તેમજ ખેતી મદદનીશ ભરતી નિયમોમાં કૃષિ વિષયક ડિપ્લોમાના કૃષિ ડિપ્લોમા અભ્યાસક્રમ સિવાય અન્ય નામો ધરાવતા મૂળ કૃષિ ક્ષેત્રના જ ઘણા કૃષિ વિષયક ડિપ્લોમા અભ્યાસક્રમોને લાયક ગણવામાં આવતા ન હતા,આ માટે વિદ્યાર્થી નેતા અને યુવા અગ્રણી ભાવેશ સોલંકી દ્વારા ઘણા લાંબા સમયથી યોગ્ય પ્લેટફોર્મ પર પદ્ધતિસરની લડત ચાલી રહી હતી,જેમાં અગાઉ ગ્રામસેવક ભરતી નિયમોમાં કૃષિ વિષયક ડિપ્લોમા અભ્યાસક્રમોને સમાવેશ કરાવવામાં ભાવેશ સોલંકીને સફળતા મળી હતી,ત્યારબાદ ખેતી મદદનીશ ભરતી નિયમોમાં ACBM સહિતના કૃષિ વિષયક ડિપ્લોમાં અભ્યાસક્રમોનો સમાવેશ ન થતા ભાવેશ સોલંકીએ લડત ચાલુ રાખી હતી,સચોટ અને યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય તર્ક અને આધારભૂત પુરાવાઓ સાથે સતત રજૂઆતો કરવાથી આજરોજ(તા:૨૫.૦૬.૨૪)ના જાહેર થયેલ ખેતી મદદનીશ ભરતી નિયમોમાં ACBM સહિતના કૃષિ વિષયક ડિપ્લોમા અભ્યાસક્રમોને સમાવેશ કરવામાં આવતા ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ યુવા અગ્રણી ભાવેશ સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે યુવા અગ્રણી ભાવેશ સોલંકીએ સબંધિત વિભાગો,મંત્રીશ્રીઓ અને તત્કાલીન તેમજ વર્તમાન મુખ્યમંત્રીશ્રી દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી કૃષિ વિષયક ડિપ્લોમા અભ્યાસક્રમોને સમાવવામાં આવ્યા એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો,અને સાથે જ ખેદ વ્યક્ત કર્યો હતો કે યોગ્ય રજૂઆત,મૂળ કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો,ખુદ કૃષિ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ઠરાવ(૨૦૧૮ના વર્ષમાં)થયો હોવા છતાં ૨૦૧૬-૧૭ થી ૨૦૨૪ સુધી સતત લેખિત અને રૂબરૂ રજૂઆતો કરવી પડતી હોઈ અને એટલા લાંબા સમયે ન્યાય મળવો એ દેશ,રાજ્ય,રાજ્યના વિધાર્થીઓ અને દેશના યુવાધન માટે દુઃખદ અને અન્યાયકર્તા બાબત કહી શકાય(ન્યાય યોગ્ય સમયે ન મળે તો એ પણ અન્યાય છે).

[wptube id="1252022"]
Back to top button