GIR SOMNATHUNA

ગીર ગઢડા તાલુકાના થોરડી ગામે શ્રીમદ ભાગવત કથા નો પ્રારંભ,રાજકીય અગ્રણીઓ,ઉધોગપતિઓ સહિતનાઓ પધારશે.

(ધર્મેશ જેઠવા દ્વારા)

ગીર ગઢડા તાલુકાના થોરડી ગામના વઘાસીયા પરિવાર દ્વારા સમસ્ત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો,રાજકીય આગેવાનો,ઉદ્યોગપતિઓ,ગ્રામજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

થોરડી ગામે ગોરધનભાઈ પ્રાગજીભાઈ વઘાસિયા પરિવાર દ્વારા સમસ્ત ગામના પિતૃ મોક્ષાર્થે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રભુચરણ સ્વામીના મધુર કંઠે સાત દિવસીય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થોરડી ગામના હનુમાન મંદિરથી સપ્તાહના મેદાન સુધી પોથીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમસ્ત ગામ તેમજ આસપાસના ગામના યુવાનો વડીલો મહિલાઓ તેમજ બાળાઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે નીલકંઠ વર્ણી ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવી હતી

યોજાયેલ ભાગવત સપ્તાહમાં ઉના થી થોરડી ગામે ભાગવત સપ્તાહનો લાભ લેવા જવા માટે આવતા ભક્તો માટે સવારે ૭ વાગ્યે અને સાંજે ૫ વાગ્યે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બસ ઉનાના ટાવર ચોક ખાતેથી ઉપડશે સપ્તાહના પ્રથમ દિવસે સાળંગપુરના કોઠારી સ્વામી તેમજ ૧૦૧ થી વધુ સંતો ઉપસ્થિત રહી હરિભક્તોને આશીર્વાદ આપવા પધારેલ હતા જેમાં વ્યસન મુક્તિ,બ્લડ ડોનેશન કેમ્પ,સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ સમગ્ર સપ્તાહનું આયોજન થોરડી ગામના રાજુભાઈ ગોરધનભાઈ વઘાસિયા પરિવાર દ્વારા સમસ્ત થોરડી ગામના પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું જેમાં આગામી દિવસોમાં સંતો, રાજ્યના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય, ટીવી કલાકારો, ઉદ્યોગ પતિઓ, સરકારી અધિકારીઓ સહિતનાઓ ભાગવત કથાનો લાભ લેવા ઉપસ્થિત રહેશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!