GIR GADHADAGIR SOMNATH

જસાધાર રેન્જમાં સિંહને પજવતા શખ્સો ઝડપાયા, બંને આરોપી રિમાન્ડ પર

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.17

જસાધાર રેન્જમાં સિંહને પજવતા શખ્સો ઝડપાયા, બંને આરોપી રિમાન્ડ પર

જસાધાર રેન્જના જંગલ વિસ્તારમાં સિંહોની પજવણી કરતા શખ્સોનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો મામલે વન વિભાગે કાર્યવાહી કરી બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ જસાધારના ખિલાવડ ગામ નજીક પાઠાગાળા વિસ્તાર કે જે રેવન્યુ વિસ્તાર છે ત્યાં સિંહની પજવણી કરી રહ્યા હતા.

મળતી વિગતો અનુસાર  ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા વિસ્તારમાં સિંહ પજવણી કરતા બે શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. જેમાં ઉગલા ગામના રહિશ આરોપી હરેશ નાથાભાઈ બાંબા અને મધુ ધુળાભાઈ જોગદિયા ખિલાવડ ગામ નજીક સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા રાત્રિના સમયે ખિલાવડ ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં આવેલા સિંહને લાઈટો કરી છુટ્ટા પથ્થર ફેંકી અને ડરાવી ભગાવતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વન વિભાગે બંને આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આમ હવે આરોપીની પુછપરછમાં સામે આવશે કે તેઓ અગાઉ પણ આ પ્રકારને સિંહની પજવણી કરી ચૂક્યા છે કે કેમ? તેમજ આ કૃત્ય તેમને કયા કારણોસર કર્યું હતું? પરંતુ મહત્વનો સવાલ છે કે ગીર સોમનાથ જિલ્લામાં અવાનનવાર સિંહની પજવણી કરવા તેમજ વન્યજીવોને પરેશાન કરી વિકૃત આનંદ માણવાની ઘટના ઘટી રહી છે ત્યારે તંત્ર લાલ આંખ કરી કાર્યવાહી કરે તેવું માંગ પણ ઉઠી. છે ત્યારે  જંગલ વિસ્તાર નજીક આસપાસના અનેક ગામોમાં હજુ પણ સિંહ દર્શન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તે બંધ કરાવવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!