GIR SOMNATHPATAN VERAVAL

વેરાવળ બંદરના ત્રણ નાના પુલ (નાળા) તમામ નાના મોટા વાહનો, એમ્બ્યુલન્સ માટે ખૂબ જ જોખમી

ખારવા સંયુક્ત માછીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેકટર સહિતનાઓને રજૂઆતઃ બંદરનો રસ્તો પણ અતિ બિસ્માર, ધૂળની ડમરીઓને લીધે રાહદારીઓને હાલાકી, અકસ્માતનો ભય

વેરાવળ અને સોમનાથ પંથકને જોડતો વેરાવળ બંદરનો રસ્તો અતિ બિસ્માર બન્યો છે, ઉપરાંત બંદરના રસ્તે આવેલા ત્રણ નાના યુના પુલ પુલ (નાળા) પણ જર્જરિત બની ગયા હોવાની હજારો રાહદારીઓ માટે આફત સમાન છે, જેથી આ બાબતને ગંભીરતાથી લઈ અને યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત શ્રી ખારવા સયુંકત માછીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેકટર સહિતનાઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સાગરપુત્ર ફાઉન્ડેશનના ખારવા સયુંકત માછીમાર બોટએસો.એ કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે, વેરાવળ બંદરની અંદરનો રોડ કેજે વેરાવળ બંદરનાં ભવાની ગેઈટથી સોમનાથ હાઈવે ને જોડે છે તે રોડ જિલ્લા કલેકટર ગીર સોમનાથ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને વાહનો માટે ખુલ્લો મુકેલ હતો, ત્યારે આ રસ્તાને નવેસરથી બનાવવામાં આવેલ હતો. વર્ષ ૨૦૧૬-૧૭માં આ રોડ બનાવ્યા બાદ હાલ આ રોડ તેમજ રોડ વચ્ચે આવતા પુલોની હાલત અત્યંત જર્જરીત થઈ ગયેલ છે. વધુમાં હાલમાં ગુજરાત મેરીટાઈમ બોડની વહિવટી કચેરીની બાજુમાં આવેલ રેલ્વે ક્રોસિંગ પર ઓવરબ્રીજ બનાવવાનીકામગીરી શરૂ થયેલ હોય, આ રસ્તો સામાન્ય પબ્લીક માટે તેમજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરેલ છે અને હાઈવે પરનો તમામ ટ્રાફીક હાલ વેરાવળ બંદરની અંદરથી પસાર થાય છે અને ઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંદાજે ૨ વર્ષ ચાલે તેવી શક્યતા જણાય છે, જેથી હાલ તમામ ટ્રાફીક બંદરમાંથી ડાયવર્ટ થતા બંદરની અંદર વાહનોનો ટ્રાફીક અત્યંત વધી ગયેલ છે અને હાલમાં બંદરમાં પુલો જર્જરીત બન્યા છે, જેથી બંદરના રસ્તા અને પુલ ના મુદ્દાને ગંભીરતાથી લઈ પુલ તેમજ રસ્તાનું નવીનીકરણ કરવામા આવે તો ભવિષ્યમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને.બંદરનો રસ્તો બિસ્માર, ચીકણો અને પુલ જર્જરિત!વેરાવળ બંદરમાં મોટા ભાગે મચ્છીના વાહનો પસાર થાય છે જેને લીધે રસ્તા પર ચિકાસ થાય છે અને બીજી તરફ આ રસ્તો બિસ્માર હોઈ અને ધૂળની ડમરીઓ ઊડતી રહે છે. તો અધૂરામાં પૂરું બંદરના રસ્તાના ત્રણેય નાના પુલ (નાળા) જર્જરિત હાલતમાં છે, જેથી આ દયનીય પરિસ્થિતિના લીધે અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ વધી ગયેલ છે. ક્યારેક આ પુલો તુટી જવાની પુરેપુરી શક્યતાઓ ર રહેલી છે અને તેનાં કારણે જાનહાનિ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. એક તરફ સરકાર કરોડોના ખર્ચે બંદરનું નવીનીકરણ કરેછે તો તંત્ર આ રસ્તા અને પુલો બાબતે આખ આડા કાન કેમ કરી રહ્યું છે તેમોટો સવાલ છે ! મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ ચેતવણીના બેનર લગાવાયાબંદરના પુલ (નાળા) નબળા હોવાને લીધે મેરીટાઈમ બોર્ડ દ્વારા ચેતવણી પાઠવતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત આ રસ્તા પર વધુ ચિકાસ હોવાથી તે બાબતની ચેતવણીના બેનર પણ અવાર નવાર લગાવવામાં આવે છે. પરંતુ તંત્રને આ બાબતની જાણ ન હોઈ તે રીતે અધિકારીઓ અને હોદ્દેદારો આખ આડા કાન કરતા હોઈ તેવું જણાઈ રહ્યું છે.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!