GIR SOMNATHPATAN VERAVAL

વેરાવળ ખાતે આઈસીડીએસ દ્વારા અન્ન’ (મિલેટ્સ) વાનગી સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરાયા

મિલેટ ભોજન અંતર્ગત પિઝા, કેક, ચમચમીયા, ભેળ,ઈડલી સહિતની વાનગીઓનું પ્રદર્શન યોજાયું
શહેરીજનોએ મેળવી પર્લ મિલેટ, લિટલ મિલેટ, બર્નયાર્ન મિલેટ, કોડો મિલેટ વિશે જાણકારી

ગીર સોમનાથ, પૌષ્ટિક ‘અન્ન’ (મિલેટ્સ) તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્સનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને પ્રેરણા મળી રહે એવા હેતુસર વર્ષ ૨૦૨૩માં ‘ઇન્ટરનેશનલ મિલેટ યર’ની ઉજવણી થઈ રહી છે. જેના ઉપક્રમે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ જ ઉપક્રમે ગીર સોમનાથના વેરાવળની લોહાણા મહાજન વંડી ખાતે પણ આઈસીડીએસ દ્વારા ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) વાનગી સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરાયા હતાં.આ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં મહિલાઓ દ્વારા મિલેટ્સનો ઉપયોગ કરી રાગીના પિઝા, બાજરીના ચમચમીયા, જુવારની ભેળ, રાગીની ઈડલી ઉપરાંત બાજરીની કેક, સુખડી, મોહનથાળ, જુવારના લોટનો ગોળનો શીરો, ઘૂઘરી વગેરે જેવી મીઠાઈઓનું પણ પ્રદર્શન યોજાયું હતું અને શહેરીજનોએ પર્લ મિલેટ, લિટલ મિલેટ, બર્નયાર્ન મિલેટ, કોડો મિલેટ વિશેની જાણકારી મેળવી હતી.આ તકે, વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે, બાજરી, જુવાર, રાગી જેવા બરછટ અનાજ પૌષ્ટિક હોવાની સાથે જ સ્વાસ્થ્યવર્ધક પણ છે. મિલેટ્સ જેવા ભોજન હૃદય માટે લાભદાયી છે તેમજ વજન જાળવણીમાં પણ મદદરૂપ થાય છે આ ઉપરાંત આર્થરાઈટિસ, મધુપ્રમેહ જેવી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. જેનો રોજબરોજના આહારમાં સમાવેશ કરવો જોઈએ.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સંધ્યાબહેન ગોહિલે કર્યુ હતું. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સીડીપીઓ કે.એમ.ઝાલા, આંગણવાડી સુપરવાઈઝર શ્રદ્ધાબહેન, નિધિબહેને જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમમાં ડોક્ટર ધર્મિષ્ઠા, ડોક્ટર દિક્ષિતા સહિત આંગણવાડી કાર્યકર બહેનો અને વાલીઓ તેમજ શહેરીજનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!