BANASKANTHAPALANPUR

જલારામ મંદિર તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરવામાં આવ્યો પ્રેરણાદાયી પ્રવાસ 

22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 23 વર્ષ થઈ ચૂકયાં છે.જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન 240 ગુરૂવારનાં ભજન થઈ ચૂક્યાં છે.પૂજ્ય શાસ્ત્રીજી ગૌશાળામાં પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીની ગૌકથાને એક વર્ષ પૂર્ણ થવા આવેલ છે.આ બધા સંજોગોને ધ્યાનમાં રાખી પૂજ્ય જલારામ બાપાના ભજનમાં આવતા ભકતોનો એક દિવસીય પ્રવાસ જલારામ મંદિર ડીસાના આશીર્વાદ તેમજ જલારામ સત્સંગ મંડળની પ્રેરણાથી ગોઠવવામાં આવ્યો હતો.જલારામ ભકતો શશીકાંતભાઈ ડી.ઠકકર તેમજ કમલેશભાઈ રસિકલાલ રાચ્છના પૂર્ણ સહયોગથી આયોજીત આ પ્રવાસ/યાત્રામાં ગેળા હનુમાનજી મંદિર,ઢીમા ધરણીધર ધામ,નડાબેટ-નડેશ્ર્વરી માતાજી મંદિર તેમજ હરિધામ-જલારામ ગૌશાળા ભાભર એમ ચાર પવિત્ર યાત્રાધામોનો સમાવેશ કરાયો હતો. ત્રણ ટાઈમ નાસ્તો,બે ટાઇમ સુરૂચી ભોજન,ચાપાણી સાથે સમયબધ્ધ આયોજન કરાતાં પ્રવાસમાં જોડાયેલ 190 જેટલા યાત્રાળુઓએ અલૌકિક આનંદ માણ્યો હતો.પ્રવાસના વ્યવસ્થિત આયોજન માટે ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ ચોકસી,જ્યોતિબેન આર.ઠકકર સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.જલારામ સત્સંગ મંડળ ડીસાના સૌ ગાયકો તેમજ વાદકોએ હરિધામ ગૌશાળા ભાભર ખાતે ભજનોની રમઝટ બોલાવતાં સૌએ સામૂહિક નૃત્યનો અનેરો લ્હાવો લીધો હતો.પ્રવાસ આયોજક દેવનદાસ ઠકકર પરિવાર,રસિકલાલ રાચ્છ પરિવાર,સૌ કર્મઠ કાર્યકર્તાઓ,ગાયકો,વાદકો એમ સૌનું સાફો,સાલ તેમજ ગૌમાતાના ખેસથી ભાભર ખાતે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.આ અગાઉ જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા બાલારામ,અંબાજી,વિશ્ર્વેશ્ર્વર મહાદેવનો એક દિવસીય સફળ પ્રવાસ ગોઠવાયો હતો. આ અંગે વિનોદભાઈ બાંડીવાળા એ જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!