વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :+ રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ ,તા-૧૫ ઓક્ટોબર : ભચાઉ આરોગ્ય કેન્દ્ર મધ્યે તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિંઘ સાહેબ , સી.એચ.સી.અધિક્ષક ડો.કુમાર સાહેબ ના માર્ગદર્શન અંતર્ગત “ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે ” ની ઉજવણી કરવામાં આવી. જેમાં લોકો ને હાથ ધોવાની પધ્ધતિ ડેમોટ્રેશન દ્રારા સમજાવવા માં આવી અને હાથ ધોવા ના ફાયદા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ. દર વર્ષે 15મી ઓક્ટોબરે “ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે” મનાવવામાં આવે છે જેની 2025ની થીમ “હાથ ધોવાના હીરો બનો” રાખવામાં આવેલ છે. ચેપ, બીમારીઓ અને સામાન્ય જંતુઓના ફેલાવા સામે સ્વચ્છ હાથ એક મુળભુત રક્ષણ છે. હોસ્પિટલોમાં, શાળાઓમાં કે રોજિંદા વ્યવહારોમાં, સાબુથી હાથ ધોવાની પ્રેક્ટિસ કરવાથી સારા સ્વાસ્થ્ય પરિણામો મળે છે. જ્યારે આપણે સાબુથી હાથ ધોવાને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ત્યારે આપણા પ્રયાસો હજુ પુરા થયા નથી અને સ્વચ્છ હાથથી બધા લોકોને લાભ મળે એ વિઝન તરફ આગળ વધવા આપણને હાથ ધોવાના નાયકો/હીરોની જરૂર છે. આપણને સમાજના વિવિધ ભાગોમાંથી પ્રતિનિધિઓ અને “હાથ ધોવાના નાયક/હીરો” જેવા દરેક વ્યક્તિની જરૂર છે.“હાથ ધોવાના હીરો બનો” થીમ અંતર્ગત સાબુ અને પાણીથી હાથ ધોવા એ જંતુઓના ફેલાવાને રોકવા અને સ્વસ્થ રહેવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. હાથ સ્વચ્છ રાખવાથી ઝાડા અને શ્વસન ચેપ, જેમ કે સામાન્ય શરદી અથવા ફ્લૂ, અટકાવવામાં મદદ મળી શકે છે.સેન્ટર ઓફ ડીઝીસ કંટ્રોલ મુજબ નિયમીત સાબુ અને પાણીથી હાથ ધોવાની પ્રેક્ટીસથી નીચે મુજબના લાભ જણાયેલ છે.- ઝાડાથી બીમાર થનારા લોકોની સંખ્યામાં લગભગ 23%-40% ઘટાડો, ગેસ્ટ્રોએન્ટેરાઇટીસ બીમારીને કારણે ચૂકી ગયેલા બાળકોના શાળાના દિવસોની સંખ્યામાં 29%-57% ઘટાડો, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ઝાડા થવાની બીમારીમાં લગભગ 58% ઘટાડો, સામાન્ય વસ્તીમાં શરદી જેવી શ્વસન બિમારીઓમાં લગભગ 16%-21% ઘટાડો.
કાર્યક્રમ ના અંતે “ગ્લોબલ હેન્ડવોશિંગ ડે” નિમિતે નીચે મુજબ સપથ લેવામાં આવેલ.હું વારંવાર સાબુ થી મારા હાથ ધોઈશ , હું જમતા પહેલા અને પછી પણ સાબુ થી મારા હાથ ધોઈશ, હું શૌચાલય નો વપરાશ કર્યા બાદ પણ મારા હાથ સાબુ થી ધોઈશ, હું કોઈ પણ નાના બાળક ને અડતા પહેલા મારા હાથ સાબુ થી ધોઈશ જેથી તેને કોઈ પણ પ્રકાર ની ચેપ લાગવાની સંભાવના ઓછી રહેશે, હું મારા આસ પાસ માં રહેતા બાળકો, વડીલો અને બધા જ લોકો ને વારંવાર સાબુ થી હાથ ધોવા જાગૃત કરીશ, આપણું ભવિષ્ય આપણા હાથ માં છે, ચાલો આપણે સૌ સાથે મળી એક બીજા ને હાથ ધોવા માટે જાગૃત કરીએ અને સ્વસ્થ રહીએ ઉપરોક્ત કાર્યક્રમ માં ડો.પાર્થ ભટ્ટ , ડો.નિલેશ ગાડીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપક દરજી, એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, પ્રદીપ પટેલ, ઝહીર બાંડી એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.