GUJARATMODASA

મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક મનોજ ગોંગીવાલા દ્વારા ગ્લુકો બિસ્કીટ્સ વસ્ત્ર વિતરણ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક મનોજ ગોંગીવાલા દ્વારા ગ્લુકો બિસ્કીટ્સ વસ્ત્ર વિતરણ

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપક મનોજે સૌરાષ્ટ્ર ની પવિત્ર તપો ભૂમિ વીર માહ્યા દેવ રનોડા, સંત સવૈયાનાથ ઝાંઝરકા ખાતે ભાવિક ભક્તજનો માટે ગ્લુકો બિસ્કીટસ કેસરડી, વીરપુર જલારામ ધામ ખાતે વીરબાઇ માઁ કન્યા શાળા મા પ્રેરક પ્રવચન સ્માર્ટ વ્યુ બોર્ડ પર ભાવ ગીત હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે… બાળવાર્તા, રામાયણ શ્રવણ પ્રસંગ બતાવી સમજ આપી પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ જવાબો આપ્યા. હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભાગરૂપે વસ્ત્ર, કંપાસ આપી બિસ્કિટસ્ વિતરણ કરવામાં આવ્યું.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 38 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!