ARAVALLIGUJARATMODASA

રાજસ્થાન સરહદની શાળાઓ મા વૃક્ષવિતરણ પેરક પ્રવચન બાદ ગ્લુકો બિસ્કીટસ નું વિતરણ કરાયું.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

રાજસ્થાન સરહદની શાળાઓ મા વૃક્ષવિતરણ પેરક પ્રવચન બાદ ગ્લુકો બિસ્કીટસ નું વિતરણ કરાયું.

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપક ડૉ.મનોજ ગોંગીવાલા એ જલારામ મંદિર મેઘરજ, રાજસ્થાન દેવગામ બારિયાફલા શાળાઓમાં સવાર ની સભામાં પ્રેરક પ્રવચન મા વૃક્ષોનું મહત્વ પર સમજ આપી શાળાઓમાં વૃક્ષોનું સમર્પણ કર્યું. તમામ વિદ્યાર્થીઓ ને ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કરવામાં આવ્યું.

ગામના સરપંચ ની પ્રેરક ઉપસ્થિતિ રહી શાળા પરિસરમાં વૃક્ષો રોપણ કરવામાં આવ્યું.શાળા ના આચાર્ઓ તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે ચાલીસ લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.

Back to top button
error: Content is protected !!