શહેરા તાલુકાના નાડા ગામે ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ-૨૧ વજન ૬૪૦ ગ્રામ તથા ખેતરમા બનાવેલ ઘરમાંથી સુકો ગાંજો વજન ૧.૯૭૦ કીલોગ્રામ મળી કુલ કિ.રૂ.૨૬,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી પોલીસ આર.વી. અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ
ગોધરા તથા હિમાંશુ સોલંકી સાહેબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પંચમહાલ જીલ્લામા થતી અટકાવવા તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ-ગોધરા નાઓને બાતમી
હકીકત મળેલ.જે મળેલ બાતમી હકિકત આધારે આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગોધરા તથા ડી.જી. વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એસ.ઓ.જી. સ્ટાફ બે સરકારી પંચોને સાથે રાખી શહેરા તાલુકાના નાડા ગામે લુહાર ફળીયામાં રહેતા મંગળસિંહ
હીરાભાઇ પટેલના કબજા ભોગવટાના ખેતરમાં તેને સાથે રાખી ઝડતી તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ-૨૧ મળી આવેલ જેનુ વજન ૬૪૦ ગ્રામ થયેલ તથા તેના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરમાંથી સુકો ગાંજો મળી આવેલ જેનુ વજન ૧.૯૭૦ કીલોગ્રામ થયેલ જે લીલા
ગાંજાના છોડ તથા સુકા ગાંજો મળી કુલ કિ.રૂ.૨૬,૧૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ સદરી આરોપી વિરૂદ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
મંગળસિંહ હીરાભાઇ પટેલ રહે.ગામ:નાડા,લુહાર ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ
પકડાયેલ મુદ્દામાલઃ-
લીલા ગાંજાના છોડ નંગ-૨૧ જેનુ વજન ૬૪૦ ગ્રામ તથા સુકો ગાંજો વજન ૧.૯૭૦ કીલોગ્રામ
કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૬,૧૦૦/-






