
તા.૧૦મી ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, કેશોદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાની બહેનોએ રજૂ કરેલ સિંહ સંવર્ધન વિષયક ગીત અને વક્તવ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને સિંહ સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગમાંથી ઉપસ્થિત રહેલ મોરી સાહેબ અને પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી પનારા સાહેબ દ્વારા વિદ્યાર્થિનીઓને સિંહ સંરક્ષણની શપથ લેવડાવામાં આવી હતી. ત્યારબાદ શાળા દ્વારા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર સુત્રોચ્ચાર સાથે વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાની તમામ વિદ્યાર્થિનીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર શિક્ષકગણ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઈકો ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. ઈકો ક્લબ અધ્યક્ષ ડી.પી. કરમટાએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થિનીઓમાં વન્યજીવ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ કેળવાય છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





