GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ કોઠારીયા ખાતે વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય કથાનું આયોજન

7 દિવસ કથા દરમિયાન અલગ અલગ લોક ડાયરા સહિતના ધાર્મિક કાર્યક્રમના પણ આયોજન

તા.06/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

7 દિવસ કથા દરમિયાન અલગ અલગ લોક ડાયરા સહિતના ધાર્મિક કાર્યક્રમના પણ આયોજન, સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામ એટલે વજા ભગતનુ ગામ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઠારીયા ગામ એટલે માનવસેવા અને અબોલ પશુઓની સેવા તરીકે પ્રખ્યાત છે વઢવાણથી આશરે 6 કિલોમીટર દૂર આવેલું કોઠારીયા ગામ વજા ભગતનું ગામ તરીકે પણ પ્રસિદ્ધ છે વજા ભગત દ્વારા સેવાના જે કામો શરૂ કરવામાં આવ્યા છે તે આજે પણ ભક્તો દ્વારા શરૂ રાખવામાં આવ્યા છે ભૂખ્યાને રોટલો ગરીબને ઓટલો કીડીને કણ કબૂતરને ચણ અને અને પશુઓ માટેનો અબોલ સેવા આજના દિવસે પણ કોઠારીયા શરૂ છે ત્યારે વજા ભગત ની 11 મી વાર્ષિક પુણ્યતિથિ 11 મી એપ્રિલ શનિવારના રોજ આવી રહી છે ત્યારે રામરોટી અન્ન ક્ષેત્ર આશ્રમ ગૌશાળા કોઠારીયા ધામ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે જીગ્નેશ દાદા સાત દિવસ સુધી ભાગવત સપ્તાહ વાંચન કરશે ત્યારે નરસિંહ પ્રાગટ્ય પોથીયાત્રા શોભાયાત્રા રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ કમણી વિવાહ ગીરીરાજ ઉત્સવ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત 45 જેટલા સમૂહ લગ્ન પણ યોજાવવા જઈ રહ્યા છે કોઠારીયા ગામમાં ભાગવત સપ્તાહને લઇ અને 1500 જેટલા સ્વયંસેવકોને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપી અને હાલથી જ કામે લગાવી દેવામાં આવ્યા છે રોજના એક લાખથી વધુ ભક્તો કથામાં ઉપસ્થિત રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ભક્તો માટે રહેવા જમવા અને પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત તાજેતરમાં વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુને અખિલ ભારતીય સમાજના જગતગુ તરીકેની પદવી આપવામાં આવી છે ત્યારે તેમનું પણ ભવ્ય સલમાન કાર્યક્રમ યોજવામાં આવશે આ ઉપરાંત લઘુમહન નાગરદાસ મહારાજનું પણ સન્માન કરવામાં આવશે રાજકીય આગેવાનો પણ સન્માન કરવામાં આવશે અલગ અલગ પ્રકારે સાત દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો સાથે કથાનું વાંચન કરવામાં આવશે રાત્રે લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલથી જ તમામ સ્વયંસેવકો કામે લાગી ગયા છે અને કથાને લઇ અને તૈયારીઓ શરૂ કરી અલગ અલગ લોકોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!