GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના કરોલી ગામે નમો રેસીડેન્સીના રહીશોની સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે શુભેચ્છા મુલાકાત..
તારીખ ૦૧/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકાના કરોલી ગામે નમો રેસીડેન્સી સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા ૧૮-પંચમહાલ લોકસભા મતવિસ્તારના યશસ્વી સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે તેઓના નિજ નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી જેમાં સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા સાંસદ રાજપાલસિંહ જાદવ નું સાલ અર્પણ કરી તથા પુસ્તક ભેટ સ્વરૂપે આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સોસાયટીના વિકાસને લગતા વર્ષોથી પડતર પડેલા કામોને ધ્યાને લઈ સત્વરે હાથ ઉપર લેવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે સાંસદ દ્વારા સૌને સાંત્વના આપી સત્વરે ઘટતું કરવા અંગે બાહેંધરી આપવામાં આવી હતી.