HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં જમીન લે-વેચના હિસાબમાં માથાકૂટ: રૂ. 5 લાખની માંગણી કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી

 

​HALVAD:હળવદમાં જમીન લે-વેચના હિસાબમાં માથાકૂટ: રૂ. 5 લાખની માંગણી કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી

 

હળવદ શહેરમાં જમીન દલાલીના જૂના વ્યવહાર અને હિસ્સા બાબતે બે ભાગીદારો વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે. જેમાં જમીન લે-વેચના સોદામાં વધારાના 5 લાખ રૂપિયાની માંગણી કરી સર્વિસ સ્ટેશન ચલાવતા એક યુવકને બિભત્સ ગાળો આપી, હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.



​મળતી વિગતો મુજબ, હળવદના વાણીયાવાડ વિસ્તારમાં રહેતા અને સર્વિસ સ્ટેશન ચલાવતા ચિંતનભાઈ જીતેન્દ્રકુમાર રાવલ (ઉ.વ. 27) એ આસોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી ચિંતનભાઈ અને આરોપી ધર્મેન્દ્રભાઈ અગાઉ જમીનની લે-વેચના વ્યવહારમાં ટકાવારી મુજબ ભાગીદાર હતા. એક જમીનનો દસ્તાવેજ થઈ ગયા બાદ બંનેને નક્કી થયા મુજબની દલાલી પણ મળી ગઈ હતી. તેમ છતાં, આરોપી ધર્મેન્દ્રએ આ જમીન સોદા પેટે ફરિયાદી પાસે વધારાના રૂ. 5,00,000 ની માંગણી કરી હતી.

​જ્યારે ફરિયાદીએ આ વધારાના પાંચ લાખ રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ ચિંતનભાઈને ફોન કરી બિભત્સ ગાળો આપી ઝઘડો કર્યો હતો. ફરિયાદીએ ફોન કાપી નાખતા આરોપીએ અન્ય વ્યક્તિના ફોન પરથી ફોન કરીને ધમકી આપી હતી કે, “તારા હાથ-પગ ભાંગી નાખવા છે” અને તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.​આ બનાવ અંગે ચિંતનભાઈ રાવલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!