GUJARATKUTCHMANDAVI

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીધામ ખાતે વિશ્વ હાર્ટ ડેની ઉજવણી કરાઈ.

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૧ ઓક્ટોબર : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કચ્છ જિલ્લા દ્વારા તા. 29 સપ્ટેમ્બર ના રોજ ભાનુશાલી વાડી ભારતનગરમાં ગાંધીધામ ખાતે વિશ્વ હ્ર્દય દિવસ(હૃદય રોગ નિવારણ અભિયાન) અંતર્ગત યોગ શિબિર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ કચ્છ જિલ્લા કો ઓર્ડીનેટર, શ્રી પૂજા વિનોદ લાલવાણી, પશ્ચિમ કચ્છ જિલ્લા કોર્ડીનેટર શ્રી સંત રામદાસજી, સિનિયર યોગ કોચ જનાર્દન ભાઉ, દેવેન્દ્રભાઈ ઠક્કર, ટિશા ઠક્કર ,ભુપેન્દ્રભાઈ સોઢા, વિરલભાઈ, પતંજલિના અધ્યક્ષ ભરતભાઈ ઠક્કર, ભાનુશાલી સમાજના મહિલા પાંખના જશોદાબેન ભાનુશાલી સખી મંડળના પ્રભારી જીજ્ઞાબેન ભાનુશાલી ગાંધીધામ નગરપાલિકાના કારોબારી ચેરમેન એ.કે.સિંહ, ભાનુશાલી સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ ભાનુશાલી તથા સર્વે ટ્રસ્ટી શ્રી ઓ. કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર હર્ષ ટીલવાણી, ડોક્ટર ગૌરવ દીવાની તથા યોગ શિક્ષકો તથા યોગ સાધકો આ શિબિરમાં જોડાયા હતા. કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર હર્ષ તીલવાની તથા ડોક્ટર ગૌરવ દીવાનીએ લોકોને હાર્ટ એટેક ના આવે તેના ઉપાયો દર્શાવીને લોકોને જાગૃત કર્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ દ્વારા તેને અનુરૂપ યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.યોગ બોર્ડના પ્રેરણા સ્રોત ચેરમેન શ્રી યોગસેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર શ્રી કચ્છ સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટરશ્રીના માર્ગદર્શન હેઠળ યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ કોચ સાથે ટ્રેનરની ટીમ ના સીમાબેન કુશવાહા, બેબીબેન કુશવાહા, સંગીતા દધીચી,સંગીતા પંડિત, ભારતી કેશવાની, સોનલ ભાટીયા. કૈલાશબેન, પ્રભાબેન, રેણુકાબેન, દીપિકાબેન, પલક ભટ્ટ, જ્યોતિ ઉર્વા વગેરે યોગ શિક્ષકોએ સહયોગ આપ્યો હતો.હૃદય રોગની પ્રાથમિક સારવાર માટે CPR ડેમો કરી લોકોને માહિતી આપી હતી જેમાં નિધીબેન અને સીમાબેન એ ડેમો બતાવ્યો હતો. આ સમગ્ર શિબિરનું સંચાલન યોગ કોચ દેવેન્દ્રભાઈ ઠક્કર તથા ડોક્ટર મુનિરા મહેતાએ સંભાળ્યું હતું એમ યોગ કોચ જ દેવેન્દ્રભાઈ ઠક્કરની યાદીમાં જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!