ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત વ્યસનમુક્તિ અભિયાનનુ આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમા કરવામાં આવ્યું
25 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રી કે.કે.ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું.આજનુ યુવાધન વ્યસન જેવા કે પાન, માવા, ગુટખા દારૂ સીગારેટ ડ્રગ્સ તથા અન્ય નશીલા દ્રવ્યો બંધાણી બન્યું છે. જેને કારણે શારીરિક માનસિક આર્થિક કુટુબિક સામાજિક મૂશ્કેલીઓ ઉભી થાય છે. જો ભારતને વિશ્વગુરુ બનાવવો હશે તો યુવાધનની શુધ્ધતા, સ્વસ્થતા જરૂરી છે. તેથી જ ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત યોગ સાથે યુવાધનને જોડી ધ્યાન અને મેડિટેશન થકી સ્વાસ્થ્ય રાખવા માટેની ઝૂંબેશ વ્યસનમુક્તિ અભિયાન થકી ઉપાડી છે. તે અંતર્ગત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે પણ વિધાર્થીઓને ખૂબ સરસ માગૅદશૅન આપવામાં આવ્યું અને શપથ પણ લેવડાવવામાં આવ્યા કે હું વ્યસનથી મુક્ત રહી યોગથી સ્વાસ્થ્ય રહી મારા પરીવાર, ગામ, અને શહેરને પણ વ્યસનથી મુક્ત રાખવા માટે સજાગ કરી દેશના વિકાસમા મારો ફાળો આપી, આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅના બનાસકાંઠા જિલ્લાના ઈસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેન જોષીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાયૅક્રમમા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ નિયામકશ્રી મહેન્દ્રભાઈ પંચાલ આચાર્યશ્રી મણીભાઈ મેવાડા તથા સમગ્ર સ્ટાફગણે પણ હાજરી આપી હતી કુલ 700 વિધાર્થીઓને માગૅદશૅન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગ કોચ ઈશ્વરભાઈ, વિષ્ણુભાઈ, યોગ ટ્રેનર વી નેહાબેન અને દક્ષાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.