BHACHAUGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભચાઉ તાલુકા યુનિટ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૧૧ ઓગસ્ટ : ગુરુ વંદના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. તાલુકાનાં અધ્યક્ષશ્રી રવિભાઈ પટેલ દ્વારા પધારેલ મહેમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભરતભાઈ ભુરીયા ( અઘ્યક્ષ HTAT સંવર્ગ કચ્છ ) એ ગુરૂપદ મહિમા સમજાવી શિક્ષકોને ગુરૂપદ જાળવવા અનુરોધ કર્યો હતો. મુખ્ય વક્તા તરીકે ખૂબ સુંદર વિચારો રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભચાઉ તાલુકાની વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા સહ સંગઠન મંત્રી અનિલકુમાર રાઠોડ, તાલુકા અધ્યક્ષ રવિભાઈ પટેલ, સંગઠન મંત્રી ચંદ્રેશભાઈ જોશી, તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સંચાલન અનિલકુમાર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.  અને આભારવિધિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા સંગઠન મંત્રી ચંદ્રેશભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!