હાલોલ -ઢીકવા ગામે પરવાનગી વગર ચાલતા સરદાર સીટી વોટરપાર્ક પર તંત્રની કાર્યવાહી,વોટરપાર્ક બંધ કરવા તંત્રની સૂચના
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૪.૨૦૨૫
હાલોલ તાલુકાના પાવાગઢની તળેટી ખાતે આવેલ ઢીકવા ગામે કાયદેસરની પરવાનગી વગર ચાલતા વોટરપાર્ક ને આજે વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ બંધ કરાવવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વહીવટી તંત્ર ની ટીમ વોટરપાર્ક ખાતે પહોંચી ત્યારે વોટરપાર્ક ખાતે મોટી સંખ્યામાં વોટરપાર્ક ની મજા માણતા સહેલાણીઓમાં પણ એક તબક્કે કુતુહલ સર્જાયું હતું.પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલ ઢીકવા ગામ ના રેવન્યુ સર્વે નંબર ૨૬૦ તેમજ ૨૬૧, માં સરદાર સીટી વોટર પાર્ક ના નામે ચાલતા વોટરપાર્ક ના સંચાલકે કાયદેસરની વોટરપાર્ક ચલાવવાની મંજૂરી મેળવી ન હોવા છતાં પણ વોટરપાર્ક છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યો હોવાની જાણ વહીવટી તંત્રના ધ્યાને આવતા આજે બપોર બાદ હાલોલ મામલતદાર ની ટીમ તેમજ પાવાગઢ પોલીસ સાથે વોટરપાર્ક ખાતે પહોંચી વોટરપાર્ક ના સંચાલક પાસે વોટરપાર્ક ચલાવવા બાબતની પરવાનગી અંગેના જરૂરી કાગળો માગતા સંચાલકે જણાવ્યું હતું કે વોટરપાર્ક ચલાવવા અંગે પરવાનગી મેળવવા માટેની અરજી પ્રક્રિયા જૂન ૨૦૨૪ માં જિલ્લા સમાહર્તા ની કચેરીએ કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. કે અમોએ વોટરપાર્ક ચલાવવા બાબતની માંગણી કરેલ છે.પરંતુ દસ્તાવેજી પુરાવા જોતા કોઈપણ કાગળોમાં વોટરપાર્ક ચલાવવાની મંજૂરી હોય એવા કોઈ કાગળ મળી ન આવતા વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી ચાલતા વોટરપાર્કને બંધ કરાવી દેવામાં આવ્યો હતો અને વોટરપાર્ક ના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે આ અંગે હાલોલ મામલતદારને પૂછતા તેઓએ જણાવ્યું હતું. કે આ વોટરપાર્ક માં તપાસ હાથ ધરતા વોટરપાર્ક ચલાવવા અંગેની કોઈપણ પ્રકારની કાયદેસર પરવાનગી ન હોવાનું જણાય આવતા સ્થળ પર યોગ્ય રોજ કામ કરી પંચકાસ કરી તાત્કાલિક અસરથી વોટરપાર્કને બંધ કરવા સુચના આપવામાં આવેલ હોવાનું જણાવેલ છે.