હાલોલ-રાજ્યસેવકની ખોટી ઓળખ આપી અને ગાડી પર લાઈટ લગાવીને ફરવુ ભારે પડ્યુ,ધ્રુવકુમાર વાળંદ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૪.૨૦૨૫
સરકારી હોદ્દા પર રાજ્યસેવક ન હોવા છતાં પોતાની ગાડી પર લાલભૂરી લાઈટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવી ખોટું નામ ધારણ કરી રોફ જમાવતા ઈસમને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.હાલોલ રૂરલ પોલીસ મંગળવાર ના રોજ પેટ્રોલિંગ માં હતી દરમ્યાન જાણવા મળ્યું હતું કે મૂળ શહેરા તાલુકાના નાદરવા ગામ ના પટેલ ફળિયા ના અને હાલ હાલોલ ની હરિદર્શન સોસાયટીમાં રહેતા ધ્રુવકુમાર કાળુભાઇ વાળંદ નાઓ પોતાની ગાડી ઉપર લાલ ભૂરી લાઈટ લગાવી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવી પોતે સરકારી કર્મચારી ન હોવા છતાં પોતે સરકારી કર્મચારી હોવાની ઓળખ આપે છે તે માહિતીના આધારે પોલીસ તેના ઘરે પોહચી તપાસ કરતા તે ઈસમે પોતાનું નામ ધ્રુવ કુમાર કાળુભાઇ વાળંદ જણાવ્યું હતું.ઘરની આગળ મુકેલી આગળ પાછળ નંબર પ્લેટ વગર ની ફોરવહીલ ગાડી અને તેના ઉપર લાલ ભૂરી લાઈટ લગાવી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાણ બાબતે પૂછતાંછ કરતા તે કાર પોતાની હોવાનું જણાવ્યું હતું. અને હું કોઈ સરકારી હોદ્દા ઉપર નથી પરંતુ સમાજ માં એક રાજ્યસેવક તરીકે કામગીરી કરું છું.તેવી છાપ પાડવા માટે મારી ગાડી ઉપર લાલ ભૂરી લાઈટ લગાવી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવેલ છે જેને લઇ પોલીસે રૂપિયા 10 લાખની કાર કબ્જે કરી ધ્રુવકુમાર સામે બી.એન.એસ કલમ 204 તથા એમવી એક્ટ 177 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.