GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રેરિત અને યુવક મંડળ આયોજીત KPL-7 “એરિસ કપ ક્રિકેટ” ટુર્નામેન્ટ યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૩.૨૦૨૪

હાલોલ માં વસતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના યુવક મંડળ દ્વારા સતત સાતમા વર્ષે ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન સનસીટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં નાના બાળકો મહિલાઓ,યુવાનો,અને વડીલો એ ભાગ લીધો હતો.15 વર્ષ ના નાના બાળકો થી લઈને 50 વર્ષ ના ભાઈઓ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.આ ટુર્નામેન્ટ નો આશય રમત ની સાથે નવ યુવાનો માં એક ભાઈ ચારો વધે અને સમાજ ની અંદર એક જૂથ માં કઇ રીતે રહેવાય અને સારા વિચારોની આપ-લે થાય તેમજ આપડા ભારત ના યશસ્વી વડાપ્રધાન નું સૂત્ર “વસુદેવ કુટુંબ કમ” ના સૂત્ર ને સાર્થક કરતા અને “અનેકતા માજ એકતા છે” આ હોળી-ધુળેટી ના ત્યાહાર પર ત્રણ દિવસીય પોતાના પરીવાર સાથે નાના થી લઈ ને મોટા વડીલો સાથે રહીને ક્રિકેટ રમત ના માધ્યમ દ્વારા પોતાના જીવન માં ખુશીઓ ના રંગો ભરતા ને એક અલગ જ વાતાવરણ જોવા મળેલ હતું.આ ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ કચ્છ કડવા પાટીદાર સમાજ ના નવયુવાનો ની સાથે હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ.આર.એ.જાડેજા તેમજ હાલોલ ટાઉન પોલીસ ના પીઆઈ. કે.એ.ચૌધરી ની ટિમ સાથે એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમાયેલ હતી જેમાં પોલીસ ની ટિમ વિજેતા પણ થઇ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!