Halvad- મોરબી જિલ્લા એલસીબી એ ગણનાપાત્ર રકમથી વધુ રકમનો દારૂ ઝડપ્યો! સ્થાનિક પોલીસ સામે શું કરશે કાર્યવાહી!

Halvad-મોરબી જિલ્લા એલસીબી એ ગણનાપાત્ર રકમથી વધુ રકમનો દારૂ ઝડપ્યો! સ્થાનિક પોલીસ સામે શું કરશે કાર્યવાહી!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી જિલ્લા એલસીબી પોલીસે હળવદ તાલુકાનાં મયુરનગર ગામની સીમમાં આવેલી વાડીનાં ગોડાઉનમાં દારૂની રેડ કરીને ત્યાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ૯૩૮ તથા ૨૬૪ બીયર ટીન ઝડપી લીધા હતા જે કુલ કિંમત રૂપિયા સાત લાખ એકાણુ હજાર ચારસો છેતાલીસ ની કિંમત નો મુદામાલ કબજે
એલસીબીની ટીમે નો કરેલ જે નવાં નિયમ મુજબ પણ ગણનાપાત્ર રકમથી વધુ રકમનો મુદામાલ હોય સ્થાનિક પોલીસ ની ફરજ બેદરકારી બદલ કેવાં પગલાં લેવામાં આવશે તે આવનારો સમય બતાવશે!
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી જીલ્લા એલસીબી નાં પીઆઇ એમ.પી. પંડ્યાને ખાનગીરાહે હકિકત મળેલ હતી કે મયુરનગર ગામના ભાનુભાઇ ચંદુભાઇ ડાંગરે પોતાના કબ્જા ભોગવટા વાળી વાડી મયુરનગર ગામની પાદર વાળી સીમમાં આવેલ છે તે વાડીના ગોડાઉનમાં દારૂનો જથ્થો છે તે બાતમી વારી જગ્યાએ ખરાઇ કરીને ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ૯૩૮ તથા ૨૬૪ બીયર ટીન મળી આવેલ હતાં. એલસીબીની ટીમે સાત લાખ એકાણુ હજાર ચારસો છેતાલીસ કિંમત રૂપિયા નો મુદામાલ કબ્જે કર્યો છે.રેડ કરી ત્યારે આરોપી ભાનુભાઇ ઉર્ફે કાળુભાઇ ચંદુભાઇ ડાંગર રહે. મયુરનગર તાલુકો હળવદ વાળો હાજર ન હોય તેની સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે શરૂ કરી છે. અહીં એ વાત જણાવી દઈએ કે રૂપિયા પચ્ચીસ હજાર થી વધુ રકમ નો વિદેશી દારૂ બહાર ની એજન્સી પકડી પાડે તો સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવાની નો ગૃહ વિભાગ નો પરિપત્ર હતો પરંતુ તેમાં સુધારો કરીને હવે રૂપિયા અઢી લાખથી વધુનો રકમ હોય તેને ગણના પત્ર ગણવી તેવું જણાવ્યું હોય આ રેડમાં અઢી લાખથી વધુ રકમને થી દારૂ ઝડપાયો છે તો હવે સ્થાનિક પોલીસ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું!




