આણંદ માં દિવ્યાંગજનોએ સ્વચ્છતા રેલી યોજી
આણંદ માં દિવ્યાંગજનોએ સ્વચ્છતા રેલી યોજી
તાહિર મેમણ – 26/09/2024- આણંદ: સેતુ ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર અને કોન્સેપ્ટ ટુ કલીન( સી ટુ સી) પરિવાર દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.
આ રેલીમાં જિલ્લા કલેકટરએ ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેકટરએ ટ્રસ્ટના અગ્રણી સાથે રેલીમાં નેતૃત્વ કરીને નગરજનો માટે સ્વચ્છતા માટેનો પ્રેરક સંદેશ આપ્યો હતો.
સ્વચ્છ ભારત અભિયાનની ૧૦ મી આવૃત્તિ અતર્ગત આણંદ જિલ્લા પણ સ્વચ્છતામાં અગ્રેસર લાવવા તંત્ર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આ પ્રયત્નોને આણંદ જિલ્લાના નગરજનો સ્વચ્છા અંગે જાગૃત થાય તેમજ નગરજનો પોતે સહભાગી બનીને સ્વચ્છતા અભિયાન જનઅભિયાન બને તેવી તેમણે નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સેવાસેતુ ટ્રસ્ટના અગ્રણી જણાવ્યું હતું, દિવ્યાંગો દ્વારા સ્વચ્છતા પખવાડિયા દરમિયાન સ્વચ્છતા અંગે જનજાગૃતિના ઉમદા હેતું સાથે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે આણંદ પ્રાંત અધિકારીશ, મામલતદાર સહીત શાળાના મોટી સંખ્યામાં ભૂલકાઓ જોડાયા હતા.