GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:સ્વામિનારાયણ નિષ્ઠા વિધા મંદિર સ્કૂલ ખાતે હનુમાન જયંતી ની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૪.૨૦૨૬
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિધા મંદિર સ્કૂલ ખાતે આજે શનિવારના રોજ હનુમાન જયંતી ની ઉજવણી શાળા પરિષદમાં કરવામાં આવી હતી જેમાં સ્કૂલ ધ્વારા આ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યારે શાળાના વિધાર્થી ધ્વારા બાળ હનુમાનનું રૂપ ધારણ કર્યું હતું અને અનેક કલા રજૂ કરી હતી જેને લઈને વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિધા મંદિરના સંત સાધુ કેશવ સ્વરૂપદાસ મહારાજ તેમજ સાધુ સંત પ્રસાદશદાસ મહારાજની ઉપસ્થિતિમાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી ઉજવણીના ભાગરૂપે શ્રી હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત વિધાર્થીઓને સુખડીના પ્રસાદ આપવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને શિક્ષકોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.









