GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાઈ

કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને પ્રતિજ્ઞા લેવામાં આવી

સમગ્ર રાજ્યમાં અત્યારે હર ઘર તિરંગા અભિયાન અનવ્યે વિવિધ પ્રકારની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા તિરંગો ઝંડો કચેરી ખાતે માનભેર ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. તેમજ કચેરીમાં સતત કર્મનિષ્ઠા જાળવી રાખવા, મુલાકાતીઓને મદદરૂપ બનવા, વિકસિત ભારત અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપવા માટે અંતમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ તકે અત્રેની કચેરીના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!