Rajkot: “ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર કે. લોગનાથનનો પરિચય” કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, મણિપુર સહીત વિવિધ પ્રકારના ભૂગોળીય વિસ્તારોમાં ૩૨ વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે

તા.૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: બ્રિગેડિયર કે. લોગનાથન, એન.સી.સી. ગ્રુપ હેડક્વાર્ટર્સ, રાજકોટના ગ્રુપ કમાન્ડર તરીકે ૧ જુલાઈ ૨૦૨૪ના રોજ નિયુક્ત થયા છે. તેઓએ અમરાવતીનગર સ્થિત સૈનિક શાળામાં શિક્ષણ લીધેલું છે. અભ્યાસ દરમ્યાન તેઓ એન.સી.સી.ના કેડેટ રહ્યા હતા અને ૭ વર્ષ સુધી એન.સી.સી. ની તાલીમ લીધેલી છે. તેમણે પુણે સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ મેળવીને જે.એન.યુ. માંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ૧૯૯૨ના જૂનમાં તેઓ ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાંથી મદ્રાસ રેજિમેન્ટમાં કમિશન્ડ થયા હતા, ત્યારે તેમનું યુનિટ ઉત્તર કાશ્મીરની લાઇન ઓફ કન્ટ્રોલ પર તૈનાત હતું.
કે. લોગનાથને ભારતીય સેવામાં ૩૨ વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે અને વિવિધ પ્રકારના ભૂગોળીય વિસ્તારોમાં ફરજ બજાવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારો, પંજાબના મેદાનો, રાજસ્થાનના રણ અને મણિપુર અને સિક્કિમના પહાડી વિસ્તારોનો સમાવેશ થાય છે.
તેમણે મણિપુરમાં કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન્સ દરમિયાન ૧૨ મદ્રાસ બટાલિયનનું કમાન્ડ કર્યું હતું. બિનાગુરીમાં માઉન્ટેન બ્રિગેડનું પણ કમાન્ડ કર્યું હતું. તેઓ લૈમાખોંગ (મણિપુર)માં માઉન્ટેન ડિવિઝનના ડેપ્યુટી જનરલ ઓફિસર કમાન્ડિંગ અને શ્રી ગંગાનગરમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનના ડેપ્યુટી જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાં પ્લાટુન કમાન્ડર અને એડજ્યુટન્ટ તરીકે બે શૈક્ષણિક નિમણૂકો પણ સંભાળ્યા છે. આ ઉપરાંત, તેઓ આર્મી વોર કોલેજ, મ્હાઉમાં સિનિયર કમાન્ડ વિંગમાં ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમણે કોંગોમાં યુનાઇટેડ નેશન્સ મિશનમાં એક વર્ષ માટે મિલિટરી ઓબ્ઝર્વર તરીકે પણ ફરજ બજાવી છે.
શૈક્ષણિક લાયકાત : શ્રી લોગનાથને જે.એન.યુ., દિલ્હીથી બી.એસ.સી., મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એમ.એસ.સી. અને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, દિલ્હીથી એમ.બી.એ. નો અભ્યાસ કર્યો છે. તેઓ ગોલ્ફ, ઘોડેસવારી અને સાયક્લિંગનો શોખ ધરાવે છે.





