MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શનાળા રોડ પર આવેલ VI સ્ટોરના સર્વર રૂમમાં ભીષણ આગ ભભુકી

 

MORBI:મોરબીમાં શનાળા રોડ પર આવેલ VI સ્ટોરના સર્વર રૂમમાં ભીષણ આગ ભભુકી

 

મોરબીના વ્યસ્ત ગણાતા શનાળા રોડ પર આજે આગની એક ઘટના સામે આવી છે. અહીં આવેલા વોડાફોન-આઈડિયા (VT) સ્ટોરના સર્વર રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની વિગતો:પ્રાપ્ત વિગતો અનુસાર, શનાળા રોડ પર સ્થિત VI સ્ટોરના પાછળના ભાગમાં આવેલા સર્વર રૂમમાં કોઈ અજ્ઞાત કારણોસર એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સર્વર રૂમમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા હતા. રોડ પર ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ જતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.આગ લાગવાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જોકે આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા બાદ જ નુકસાનીનો સાચો અંદાજ આવશે.સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

Back to top button
error: Content is protected !!