BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

માંચ સ્થિત હજરત બાલા પીર સરકાર તેમજ હજરત ગેબનશા સરકારના ઉર્સ શરીફની ઉજવણી કરાઇ…

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના માંચ સ્થિત સુપ્રસિધ્ધ હજરત બાલા પીર સરકાર તેમજ હજરત ગેબનશા સરકારના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ શરીફ પ્રસંગે દરગાહને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરાઇ હતી.સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી,. સલાતો સલામ તેમજ દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું…

Back to top button
error: Content is protected !!