GUJARATKUTCHMUNDRA

મુન્દ્રા એસ. ટી. ડેપોમાં આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો.

નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ડ્રાઇવર, કંડક્ટર, પોલીસ સ્ટાફ અને મુસાફરોની તપાસ કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા. 31: નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે મુન્દ્રા એસ.ટી.ડેપો ખાતે ડ્રાઇવર, કંડક્ટર, પોલીસ સ્ટાફ અને મુસાફરો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મુન્દ્રા એસ.ટી. ડેપોના મેનેજર વિશાલપુરી બી. ગુંસાઈના જણાવ્યાનુસાર નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના મુન્દ્રા પોલીસ શાખા, અદાણી હોસ્પિટલ તથા તાલુકા હેલ્થ ઓફિસ મુન્દ્રાના મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ દ્વારા મુન્દ્રા એસ.ટી. ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક, ટ્રાફિક, વહીવટી તથા પોલીસ સ્ટાફ તેમજ મુસાફરોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવી હતી. આ આરોગ્ય કેમ્પમાં ફિટનેસ, વજન, ઊંચાઈ, બ્લડપ્રેશર, શુગર, હિમોગ્લોબીન, આંખની તપાસ વગેરે અલગ-અલગ પ્રકારની 77 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.જેમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ઠુંમર તથા તેમનો સ્ટાફ, અદાણી હોસ્પિટલના ડો. પ્રકાશભાઈ બિશ્નોઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર પ્રસાદ મહંતો તથા હરિભાઈ જાટીયાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા – બારોઇ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. મુન્તજીર માસ્ટરની આગેવાની હેઠળ પ્રકાશભાઈ ઠકકર, પંકજભાઈ તાવીયાડ, આઈમનબેન લુહાર, અલ્પાબેન બરાઈ, ગીરીશભાઈ પટેલ તથા રાજુભાઈ માડમે આરોગ્ય સેવા આપી હતી. એસ.ટી. ડેપો મેનેજર વિશાલપુરી બી. ગુંસાઈના માર્ગદર્શન હેઠળ એ.ટી.આઈ. અનિલસિંહ જાડેજા તથા માન્ય ત્રણેય સંગઠનોના આગેવાન અમીનભાઈ ગંગવાણી, યોગેશભાઈ મનસુખભાઇ સેવક તથા ફકીરમહંમદ સમેજાએ વ્યવસ્થા સંભાળી હતી.

Back to top button
error: Content is protected !!