DAHODGUJARAT

ધાનપુર તાલુકાના કંજેટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્મિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો

તા.૨૯.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકાના કંજેટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્મિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો

આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને NCD ના સંયુક્ત ઉપક્રમે ધાનપુર તાલુકાના કંજેટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્મિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અને COTPA-૨૦૦૩ ના કાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ NCD કાઉન્સેલર દ્વારા ડાયાબિટીસ અને હૃદય રોગ અંગે સમજૂતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવુતિ કરાવી પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબરે આવેલા બાળકોને ઇનામ વિતરણ તેમજ ભાગ લીધેલ તમામ બાળકો ને પ્રોત્સાહન ઇનામ તરીકે બોલપેન આપવામાં આવી. શાળાના આચાર્યશ્રી તેમજ તેમનાં શિક્ષકગણ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો.જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ- આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દાહોદ

Back to top button
error: Content is protected !!